Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

SGVP SURYA SPORTS COMPLEX – DRONESHWAR

SGVP ગુરુકુલ દ્રોણેશ્વરમાં કરોડોના ખર્ચે અત્યાધુનિક ‘SGVP SURYA SPORTS COMPLEX’નું ભવ્ય ઉદ્ઘાટન

ગ્રામીણ ગુજરાતમાં રમતગમતના વિકાસને નવી દિશા આપતી પહેલ

દ્રોણેશ્વર: ગુજરાતને ભવિષ્યમાં ઓલિમ્પિક ગેમ્સ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓનું કેન્દ્ર બનાવવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે રમતગમત માટેનું આધુનિક માળખું અને પ્રતિભાશાળી ખેલાડીઓનું ઘડતર વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિશામાં એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે કરોડોના ખર્ચે નવનિર્મિત *‘એસજીવીપી સૂર્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’*નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા મુખ્ય દાતા શ્રી વિશ્રામભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં આફ્રિકાના ઉદ્યોગપતિ શ્રી આર.ડી. વરસાણી, શ્રી સોલંકી સાહેબ , જસમત ભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંકુલમાં ૧૨ થી પણ વધારે રમતો માટેની સુવિધાઓ, સ્વિમિંગ પુલ, અત્યાધુનિક જીમ, વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ , બાસ્કેટ બોલ, ફૂટબોલ તથા ઇન્ડોર ગેમ્સ હોલનો સમાવેશ થાય છે.

ગ્રામીણ વિસ્તારમાં આટલી આધુનિક રમતગમત સુવિધાઓનું નિર્માણ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ છે. ગુજરાતમાં ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ યોજાય અને ભારત વૈશ્વિક રમતગમત ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરે, તેવા સમયે આવા સંકુલો ખેલાડીઓના શારીરિક ઘડતર, શિસ્ત, આત્મવિશ્વાસ અને કૌશલ્યવિકાસ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આમ, એસજીવીપી સૂર્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય અને રમતગમતના સમન્વય દ્વારા ગ્રામીણ ગુજરાતની યુવા શક્તિને નવી તકો પૂરી પાડવાની દિશામાં આશાસ્પદ પહેલ બની રહેશે.

Achieved

Category

Tags