Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Band Competition – 2026

અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બેન્ડ સ્પર્ધામાં SGVP ગુરુકુલ, દ્રોણેશ્વરની બેન્ડ ટીમોએ ડંકો વગાડ્યો: કન્યા વિભાગે પ્રથમ અને કુમાર વિભાગે મેળવ્યો દ્વિતીય ક્રમ

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની ભવ્ય બેન્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ 21 જેટલી ઉત્કૃષ્ટ બેન્ડ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, દ્રોણેશ્વર (માતુશ્રી આર.ડી.વરસાણી કુમાર અને કન્યા વિદ્યાલય) ના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી ગુરુકુલ તેમજ સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. જેમાં માતુશ્રી આર.ડી.વરસાણી કન્યા વિદ્યાલય બેન્ડ ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તથા SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, દ્રોણેશ્વર માતુશ્રી આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય ટીમ (કુમાર બેગપાઇપ બેન્ડ વિભાગ) દ્વારા રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ સંસ્થાના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા માતૃતુલ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.

આ ભવ્ય સફળતા અંગે માર્ગદર્શન આપતા સંસ્થાના સંવાહક ભંડારી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી તથા કોઠારી સ્વામીશ્રી નરનારાયણદાસજી સ્વામીના દરેક પ્રકારે સંપૂર્ણ સહયોગ અને સહકાર સાંપડ્યો હતો. શાળાના આચાર્યશ્રી ઓઝા સાહેબના પ્રોત્સાહન, ધાનાણી સાહેબના સાથ તેમજ કોચ કુમાર યાદવના અથાગ અને સખત પરિશ્રમને કારણે વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષા સુધીની સફર સરલ બની હતી.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી સમગ્ર ગુરુ પરિવાર અને વાલીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

Achieved

Category

Tags