Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં SGVP કન્યા ગુરુકુળની દીકરીઓ દ્વારા રાષ્ટ્રીય મંચ પર પાઇપ બેન્ડની ભવ્ય પ્રસ્તુતિ

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં દ્રોણેશ્વર ગુરુકુળની દીકરીઓ દ્વારા પાઇપ બેન્ડની ભવ્ય પ્રસ્તુતિ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દેશના વિવિધ રાજ્યોના નેશનલ તથા સ્ટેટ ચેમ્પિયન સ્કૂલ બેન્ડની પ્રસ્તુતિઓમાં SGVP કન્યા ગુરુકુળ, દ્રોણેશ્વર–ગીર સોમનાથની દીકરીઓએ ગુજરાતની સ્ટેટ ચેમ્પિયન પાઇપ બેન્ડ ટીમ તરીકે ભાગ લીધો હતો.

દીકરીઓએ માનનીય વડાપ્રધાનશ્રી સમક્ષ શિસ્તબદ્ધ તાલમેલ, સંગીતની મધુર ધૂન અને સુંદર પાઇપ બેન્ડ પ્રસ્તુતિ દ્વારા પોતાની વિશિષ્ટ પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન આશીર્વાદ અને ગુરુકુળની સંસ્કારસભર શિક્ષણપરંપરામાં ઘડાયેલી દીકરીઓએ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

આ ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ, શિસ્ત, સંગીત અને સાંસ્કૃતિક એકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

દેશના વડાપ્રધાનશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્તુતિ કરવાની આ તક SGVP ગુરુકુળ પરિવાર માટે ગૌરવની ક્ષણ બની રહી.

દીકરીઓની આ સિદ્ધિ પાછળ રહેલી તેમની સખત મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને ગુરુકુળની સંસ્કારયુક્ત શિક્ષણપ્રણાલીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર SGVP ગુરુકુળ પરિવારે તમામ દીકરીઓ, શિક્ષકો તથા માર્ગદર્શકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસના આ ઐતિહાસિક પ્રસંગે SGVP કન્યા ગુરુકુળની દીકરીઓએ સમગ્ર ગુજરાત અને ગુરુકુળ પરિવારનું ગૌરવ વધારી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Achieved

Category

Tags