Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

SGVP Gurukul NIkol

પૂર્વ અમદાવાદમાં શિક્ષણ અને સંસ્કારનો નવો અરુણોદય : નિકોલમાં ‘SGVP ગુરુકુલ’નો થશે મંગલ પ્રારંભ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ – SGVP દ્વારા પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં નૂતન ગુરુકુલ નિર્માણની મંગલ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. માનવતા અને અધ્યાત્મના મીઠાં ફળ વિશ્વભરમાં પહોંચાડનાર SGVP સંસ્થા નિકોલ ખાતે પણ પોતાના આ મહાન કાર્યનો વિસ્તાર કરે તેવી આ વિસ્તારના હરિભક્તો અને સ્થાનિકોની દીર્ઘકાલીન અભિલાષા હતી. સૌની આ હૃદયપૂર્વકની લાગણીને સાકાર કરવા SGVPના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ‘SGVP ગુરુકુલ નિકોલ’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

આ નૂતન ભૂમિ પર તા. 9 ઓક્ટોબર 2026ના રોજ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રથમ પધરામણીનો ઐતિહાસિક અને મંગલમય અવસર યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીની સાથે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સમગ્ર પવિત્ર સંતમંડળ ઉપસ્થિત રહ્યું હતું. પધરામણી વેળાએ આશીર્વચન પાઠવતાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે SGVP ગુરુકુલ છારોડીને ૨૫ વર્ષ (રજત જયંતી) અને મેમનગર ગુરુકુલને ૫૦ વર્ષ (સુવર્ણ જયંતી) પૂર્ણ થઈ રહ્યા છે. આ સુવર્ણકાળના મંગલ અવસરે નિકોલ ગુરુકુલનો પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના ભક્તો માટે આ સ્થળ અધ્યાત્મનું શિરમોર કેન્દ્ર બની રહે તેમજ દીકરા-દીકરીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સુંદર ગુરુકુલ સંસ્થાનું નિર્માણ થાય તેવી અમારા હૃદયની ઈચ્છા છે.”

No files found.

Achieved

Category

Tags