Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Bhakti Satra – 7 SGVP Gurukul Ribda-Rajkot

SGVP ગુરુકુલ રીબડા ખાતે ભક્તિ, સંસ્કાર અને માનવસેવાના ત્રિવેણી સંગમ સમાન ‘ભક્તિ સત્ર-૭’ 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર સુવર્ણજયંતી મહોત્સવ અને પવિત્ર શ્રાદ્ધપક્ષ નિમિત્તે

SGVP ગુરુકુલ રીબડા ખાતે પંચદિનાત્મક ‘ભક્તિ સત્ર-૭’ મહોત્સવ ભક્તિમય અને દિવ્ય વાતાવરણમાં ભવ્ય રીતે ઉજવાયો.

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા ‘શ્રી નીલકંઠ ચરિત્ર કથા તથા સંહિતા પારાયણ’નું દિવ્ય રસપાન કરાવવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ભક્તિ, સત્સંગ અને ગુરુકુલના સંસ્કારોનું મહત્વ સમજાવ્યું હતું.

મહોત્સવ દરમિયાન ભવ્ય પોથીયાત્રા, ૨૫૦ ભૂદેવોની બ્રહ્મચોર્યાસી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, રાસોત્સવ અને એકાદશી જાગરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુકુલના વિદ્યાર્થીઓએ તલવારબાજી, રાજા અભયસિંહની પ્રેરણાદાયી નાટિકા અને સાહસિક માનવ પિરામિડ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

૩ થી ૭ ઓક્ટોબર દરમિયાન નિઃશુલ્ક નેચરોપેથી, કેન્સર તપાસ, સર્વરોગ નિદાન કેમ્પ તથા દિવ્યાંગ સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં સેંકડો દર્દીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

મહોત્સવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી તથા યજમાન પરિવારોનું સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

મહોત્સવના વિશેષ આકર્ષણરૂપે ભવ્ય લોકડાયરો અને પ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી હિતેશભાઈ અંટાળાનો ‘હાસ્ય દરબાર’ યોજાયો હતો.

આ ભવ્ય મહોત્સવમાં રાજકોટ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી કથા, સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ લઈ દિવ્ય ધન્યતા અનુભવી હતી.


ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0016

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0015

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0014

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0013

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0012

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0011

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0010

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0009

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0008

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0007

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0006

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0005

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0004

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0003

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0002

ભક્તિસ્ત્ર - 7  SGVP રાજકોટ (1)_page-0001

Achieved

Category

Tags