Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Unveil of ‘Israel ni Dharma Yatra’, 2011

Unveil of ‘Israel ni Dharma Yatra’, written by Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami

A book written by Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami on the theme of religious rising up, sacrifices & sufferings and greatness of Jewish religion and similarities with the Hinduism. Book is published by ‘Image Publications’ with the loving backing of Shree Sureshbhai Dalal, famous literator and Shree Navimbhai Dave, Trustee of Gurukul. Book was published at Bharatiya Vidya Bhavan, Mumbai by ‘Chankya’ fame Shree Chandraprakashbhai Dwivedi on April 09, 2011.’
ઈઝરાયેલની ધર્મયાત્રા’ ગ્રંથ નું વિમોચનસદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા લિખિત ‘ઈઝરાયેલની ધર્મયાત્રા’ ગ્રંથનું વિમોચન ઈમેજ પબ્લીકેશન દ્વારા મુંબઈના  ભારતીય વિદ્યા ભવન ખાતે તારીખ ૯ એપ્રિલ૨૦૧૧ ના રોજ થયું. આ ગ્રંથનું વિમોચન ‘ચાણક્ય’ સિરીયલના નિર્માતા તેમજ ચાણક્યનું ઐતિહાસિક પાત્ર ભજવનારા ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સુરેશભાઈ દલાલ, શ્રી નવીનભાઈ દવે, શ્રી ઉત્પલભાઈ ભાયાણી, શ્રી ગોપાલભાઈ દવે વગેરે મહાનુભાવો ઉપરાંત શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, શ્રી પાર્થિવ ગોહિલ, શ્રી આલાપ દેસાઈ, શ્રી અંકિત ત્રિવેદી જેવા સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી સુરેશભાઈ દલાલે જણાવ્યું  હતું કે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીને હું વ્યકતિગત રીતે ઘણા વર્ષોથી ઓળખું છું. એમના પ્રવચનો સાંભળ્યા છે. એમની વાણીનો વહેતો પ્રવાહ અનુભવ્યો છે. એ વાણીમાં વહે છે ખરા પણ તણાય જતા નથી. એમની આ લાક્ષણીકતા એમના કાવ્ય લેખનમાં પણ પ્રગટ થાય છે. સાહિત્યના એ વ્યાપક અર્થમાં ચાહક છે. કાકા કાલેલકરના વાક્યોને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે માણસ પગે ચાલે તેને પ્રવાસ કહેવાય. હૃદયથી ચાલે તે યાત્રા કહેવાય, સમૂહમાં ચાલે તે સમાજ કહેવાય. સ્વામી માધવપ્રિયદાસજીએ હૃદયથી ચાલીને ઇઝરાયેલની યાત્રા કરી છે. ખરેખર સ્વામીજી પૂર્વગ્રહથી મુક્ત છે. આ પ્રસંગે શ્રી ચન્દ્રપ્રકાશભાઈ દ્વિવેદીએ જણાવ્યું હતું કે આ પુસ્તક આટલું સુંદર હશે એવી ધારણા નહોતી. મારા પિતાશ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતોને સંસ્કૃત ભણાવતા અને એટલેજ પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર સ્વામિનારાયણના સંતનો ફોટો જોતા જ સુરેશભાઈના આમંત્રણથી અહિયાં આવવાનું મન થયું. સામાન્ય રીતે આવા સમારંભોમાં શ્રોતાઓની હાજરી નહિવત હોય છે. જયારે અહીં તો પૂરો હોલ ખીચોખીચ ભર્યો છે, તે જોઈ ને આનંદ થાય છે. આપણે આપણા સમાજમાં રહેલી સ્વામી માધવપ્રિયદાસજી જેવી પ્રતિભાને પહેચાનવી જોઈએ. આપણે જેને પાછળ રાખવા જોઈએ તેને આગળ રાખીએ છીએ અને આપણી મહાન હસ્તીઓને પાછળ રાખીએ છીએ.આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી એ જણાવ્યું હતું કે ઈમેજ પબ્લીકેશન અને ખાસ કરીને સુરેશભાઈ દલાલનો હૃદયથી આભાર માનું છું. મને લેખનમાં અહીં સુધી પહોંચાડનાર કોઈ હોઇ તો તે સુરેશભાઈ દલાલ છે. કુદરતી રીતે અમારા જીવ સ્નેહના બંધનોથી જકડાયેલા છે.
પૂજ્ય સ્વામીજીએ ‘ઇઝરાયેલની ધર્મયાત્રા’ની ભૂમિકા સમજાવતા કહ્યું હતું કે, ઇઝરાયેલ અનેક પડકારો થી ઘેરાયેલો દેશ છે.  ઇઝરયાલીઓ અનેક વિપરીત પરિસ્થિતિઓમાંથી  પોતાનો માર્ગ શોધે છે ઇઝરાયેલ અને ભારત ની સમસ્યાઓ સરખી છે. ઇઝરાયેલ પાસેથી ભારતે સમસ્યાઓનું સમાધાન  કરતાં  શીખવું  જોઈએ.       જે ધર્મ સર્જન માટે છે તે ધર્મના નામે અહીં વિનાશ ના તાંડવ સર્જાયાં છે અને જે ધર્મ અમૃતમય છે એ જ ધર્મ અહીં વિષની ભૂમિકા ભજવે છે. એ બધાનું કારણ હોઇ તો ધર્મગુરુઓના મનમાં રહેલો અહંકાર છે. ‘મારો જ ધર્મ શ્રેષ્ઠ છે’ આવા અહંકાર માંથી આ સંઘર્ષો પેદા થયા છે. ધર્મ પરિવર્તન કરાવવાની ઘેલછાએ માનવ સમાજને શાંતિનો શ્વાસ લેવા દીધો નથી.  દુનિયાના બે મહાન ધર્મો નજીક થાય તો વિશ્વ શાંતિની સ્થાપનામાં બહુ જ મોટો સહયોગ મળે. એ હેતુથી આ યાત્રાનું આયોજન થયું હતું. આ પ્રસંગે જ્યોતીન્દ્ર દવેની ઝાંખી કરાવતા સનત વ્યાસે સભાજનોને હાસ્ય તરબોળ કર્યા હતાં. સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની સંગીત મંડળી એ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી રચિત કાવ્ય તેમજ પ્રવાસને લગતા અન્ય ગીતોનું ગાન કરીને સભાજનોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સુપ્રસિદ્ધ હાસ્ય સાહિત્યકાર અંકિત ત્રિવેદીએ અદભૂત રીતે સભાનું સંચાલન કરી સર્વેને ને જકડી રાખ્યા હતાં. સભાનું પરિવેશ અતિ સુંદર હતું. ઇઝરાયેલનો નકશો, સ્ટાર ઓફ ડેવિડ (યહૂદીનું ધર્મ ચિન્હ), તિલક ચાંદલો અને લેખકના ફોટાનું સુંદર સંયોજન પ્રસિદ્ધ સંનિવેશક છેલ પરેશ દ્વારા કરવામાં આવ્યું હતું, ઈમેજ પબ્લીકેશનના સ્થાપક અને ગુરુકુળના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ દવેએ આભારવિધિ કરી હતી.

Achieved

Category

Tags