Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shree Ramnavami Mahotsav – Memnagar Gurukul 2024

શ્રી રામનવમી મહોત્સવ

ભગવાન શ્રી રામ જન્મોત્સવ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ પ્રસંગે, શ્રી રામ નવમી તા. ૧૭ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર સહિત રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. દરેક હરિભકતોએ નિલકંઠ વર્ણીને દૂધાભિષેક કરી અનેક પ્રકારના મેવા-મિઠાઇનો થાળ, રાજવી ઉપચારો તેમજ સુકા મેવા તથા ફળો અર્પણ કરી મહાપૂજા કરી હતા.

આ રાજોપચાર પૂજનમાં ભગવાનને ચાર વેદ, શાસ્ત્ર – પુરાણોના પાઠ સાથે સ્તવન તેમજ શાસ્ત્રોકત વિધિ સાથે વૈદિક પુરુષ સુકતના મંત્રો, અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, વગેરે ઉપચારોથી તેમજ મૂર્તિઢગ ફુલની પાંખડીઓથી ભગવાનનું પૂજન કર્યું હતું.

દિવસે ૧૨ વાગ્યે શ્રી રામચંદ્રજી ભગવાનનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

તેમજ રાતે મેમનગર ગુરુકુલ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં શ્રી હસમુખભાઈ પાટડીયા અને નાદબ્રહ્મના ગવૈયાઓએ ભગવાનના જન્મોત્સવના કિર્તનોની રમઝટ બોલાવી હતા.

આ દિવ્ય પ્રસંગે સદ્ગુરુ પુરાણી શ્રી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

અમેરિકા સત્સંગ પ્રચારાર્થે પધારેલા પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી વાત કરી હતી કે આજનો દિવસ અત્યંત મંગળકારી છે. કારણકે પવિત્ર ભારત ભૂમિમાં એક તીથિએ ભગવાન શ્રી રામચન્દ્રજી અને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયુ છે. આજ પવિત્ર રામનવમી અને શ્રીહરિજયંતીના દિવસે ભગવાનમાં ઉત્તરોત્તર આપણી શ્રદ્ઘા વધે તેવી ભગવાનના ચરણમાં પ્રાર્થના છે.

શ્રી હરિ પ્રાગટ્ય સમયે સદ્ગુરુ પુરાણી શ્રી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ શ્રી હરિ પ્રાગટ્યની આરતિ ઉતારી હતી. અને સૌ ઉપસ્થિત ભક્તો સમૂહ આરતીમાં જોડાયા હતા.

પ્રાગટ્ય વધામણાના રાસ બાદ અને હરિભકતો સમૂહ રાસમાં જોડાયા હતા. દર્શનાર્થીઓને પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags