Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shreemad Bhagawat Katha Bolton, Cardiff – UK – 2022

Photo Gallery

શ્રીમદ્ ભાગવત કથા – બોલ્ટન યુકે 07- 11 June 2022

ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યુ.કે. સત્સંગ વિચરણ દરમિયાન બોલ્ટન પધાર્યા હતા.

‘શ્રી કચ્છી લેવા પટેલ સમાજ – બોલ્ટન’ના પ્રમુખ શ્રી માવજીભાઈ લીંબાણી, ઉપપ્રમુખ મૂળજીભાઈ હિરાણી વગેરે કમિટિના સભ્યોએ સ્વામીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

બોલ્ટન ખાતે પૂજ્ય સ્વામીશ્રીએ ૦૭ થી ૧૧ જૂન, ૨૦૨૨ દરમ્યાન પંચદિનાત્મક ‘શ્રીમદ્‌ ભાગવત કથા પારાયણ’નો લાભ આપ્યો હતો. કોરોનાના કપરા કાળમાં દિવંગત થયેલા ભક્તજનોની પવિત્ર સ્મૃતિ આ કથા સાથે જોડાયેલી હતી. કથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવ, ગોવર્ધનલીલા – અન્નકૂટોત્સવ જેવા ઉત્સવોની સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ ઉત્સવોની તૈયારીમાં બોલ્ટનનાં ઉત્સાહી ભાઈબહેનોએ ખૂબ જ સુંદર તૈયારીઓ કરી હતી.

પૂજ્ય સ્વામીશ્રીએ ભાગવતજીની કથાના પ્રસંગોની સાથે કથાના સુંદર રહસ્યો સમજાવ્યા હતા. ગોવર્ધનલીલાના પ્રસંગનું વર્ણન કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “ભગવાન શ્રીકૃષ્ણનારાયણે અન્નકૂટોત્સવ કર્યો. અન્નકૂટનો પ્રસાદ નાનામાં નાના મનુષ્યો સુધી વહેંચવામાં આવ્યો. આપણા જીવનમાં આવનારા સુખના પ્રસંગો સૌની સાથે વહેંચવા જોઈએ. જે વ્યક્તિ પોતાનું સુખ સૌની સાથે વહેંચે છે, તેમના જીવનમાં દુઃખોની બાદબાકી અને સુખનો સરવાળો થયા જ કરે છે.”

“સુખનો અર્થ માત્ર ભૌતિક સુવિધાઓની ઉપલ્બધિ નથી. સુખ એટલે આંતરિક શત્રુઓનો નાશ થવો. સુખ એટલે જીવનમાં સદ્‌ગુણોની અભિવૃદ્ધિ થવી. સુખ એટલે પરિવારમાં સંપ, સંસ્કાર અને સત્સંગનું વધતું રહેવું.” પ્રસંગોપાત શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી ભાગવતજીના પ્રસંગો ઉપર સુંદર કથાવાર્તા કરતા હતા.

કથા દરમિયાન ગવૈયા પાર્ષદ ઘનશ્યામ ભગતે ખૂબ જ મધુરા સ્વરે વિવિધ ભજનોનું શ્રવણ કરાવ્યું હતું. પૂજ્ય સ્વામીજીની સંગાથે SGVP ગુરુકુલથી પધારેલા કર્મકાંડ નિષ્ણાંત શાસ્ત્રી શ્રી જ્વલંતભાઈ મહેતાએ કથાના પ્રારંભે ભગવાન, ભાગવતજી અને પિતૃઓનું પૂજન કરાવ્યું હતું.
પંચદિનાત્મક કથા દરમિયાન કુરજીભાઈ પીંડોરીયા, અરવિંદભાઈ તથા હરેશભાઈ વરસાણી, કીર્તિભાઈ હિરાણી, રવિભાઈ પટેલ વગેરે બોલ્ટન, માનચેસ્ટર, ઓલ્ડહામ આદિ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પધારનારા ભક્તજનો રહસ્યપૂર્ણ કથાનું શ્રવણ કરીને ખૂબ જ પ્રસન્ન થયા હતા.

શ્રીમદ્ ભાગવત કથા – કાર્ડિફ, યુકે 13 – 19 June 2022

હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે વિશ્વભરમાં વિચરણ કરનારા ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યુ.કે.ના રમણીય વિસ્તાર વેલ્સમાં આવેલા ‘કાર્ડિફ’ શહેર ખાતે પધાર્યા હતા.

કાર્ડિફ ખાતે પૂજ્ય સ્વામીજીનું આગમન થતાં ભાવિક ભક્તજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. પૂજ્ય સ્વામીજીના સત્સંગનો સવિશેષ લાભ લેવા માટે ભાવિકજનોએ ‘શ્રી કચ્છી લેવા પટેલ સમાજ’ ખાતે ૧૩ થી ૧૯ જૂન, ૨૦૨૨ દરમ્યાન ‘શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ પારાયણ’નું આયોજન કર્યું હતું.

આ કથા દરમિયાન પોથીયાત્રા, શ્રીરામ પ્રાગટ્યોત્સવ, શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવ, અન્નકૂટોત્સવ, શ્રીકૃષ્ણ-રૂક્મિણી વિવાહ વગેરે પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવાયા હતા.

સ્વામીજીએ ભાગવતજીના મંગલ પ્રસંગોની સાથે તેમના મર્મો સમજાવ્યા હતા. સ્વામીજીએ ભાગવતજીના દિવ્ય મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, ‘હિંદુ ધર્મના ભાગવતજી જેવા શાસ્ત્રો અમર છે. હિંદુ શાસ્ત્રોમાંથી વર્તમાન સમયને ઘણું બધું શીખવાની જરૂર છે.’

‘ભગવાન શ્રીકૃષ્ણએ જ્યારે જરૂર હતી ત્યારે વાંસળીના સુંદર સૂર રેલાવ્યા પરંતુ જ્યારે જરૂરીયાત જણાય ત્યારે શત્રુઓને ધ્રુજાવનાર પાંચજન્ય શંખનો ઘોષ કરીને હાથમાં સુદર્શન ચક્રને પણ ધારણ કર્યું છે. આજે હિંદુ ધર્મની રક્ષા માટે પ્રત્યેક વ્યક્તિએ જાગવું પડશે. વાંસળીના સૂર ઘણા રેલાવ્યા હવે શંખનાદ કરવાની જરૂર છે.’

હિંદુત્વની ગરીમાથી ભરેલી પૂજ્ય સ્વામીજીની વાણીએ સૌના હૈયામાં ખુમારી પ્રગટાવી દીધી હતી.

કાર્ડિફના ભાવિક બહેનોએ આ સમગ્ર આયોજન ઉત્સાહથી ઉપાડી લીધું હતું. ઉત્સાહી સ્વયંસેવિકા બહેનોએ કથામાં પધારનારા ભક્તજનોને પ્રેમથી ભોજન કરાવ્યા હતા.

આ પ્રસંગે કથાનું શ્રવણ કરવા માટે કાર્ડિફ નિવાસી ભક્તજનોનો વિશાળ સમુદાય એકત્રિત થતો હતો. સનાતન મંદિરના પ્રમુખશ્રી હરેશભાઈ પટેલ, શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રીરાજેશભાઈ જાદવા, રમેશભાઈ કેસરા તથા સમસ્ત ટ્રસ્ટી સભ્યો તથા ભાવિક ભક્તજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags