Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shreemad Bhagawat Katha – 2021

Photo Gallery

ગુરુકુળના વિકાસમાં જેમનો મુખ્ય ફાળો છે એવા ગાંધી પરિવારના મુંબઇવાસી અ.નિ. શ્રી યોગેશભાઇ ગાંધીની પવિત્ર સ્મૃતિમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ મેમનગર ખાતે, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં, તા. ૭ થી ૧૩નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન થયું હતું.

કથા પ્રારંભે અ.નિ. શ્રી યોગેશભાઇ ગાંધીના સુપુત્રો શ્રી હર્ષભાઇ અને શ્રી પાર્થભાઇએ મસ્તક ઉપર ભાગવત ગ્રંથ ધારણ કરી, કીર્તન ગાન અને ઢોલ-શરણાઇના સુર સાથે ગુરુકુળ પરિસરમાં પોથીયાત્રા કરી હતા. પોથીયાત્રામાં સંતો તેમજ ગાંધી પરિવારના અજયભાઇ દેસાઇ, નરેશભાઇ દેસાઇ, બીપીનભાઇ પરીખ, રાજેશભાઇ જસાણી, નરેન્દ્રભાઇ શાહ તેમજ ગાંધી પરિવારના બહેનો પણ જોડાયા હતાં. ત્યારબાદ બંન્ને ભાઇઓએ વકતાશ્રી અને પોથજીનું પૂજન કર્યું હતું.
શ્રીમદ્ ભાગવતનો મહિમા સમજાવતા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ધર્માત્મા મનુષ્યે મોક્ષની પ્રાપ્તિ માટે ભાગવત ગ્રંથનું સદૈવ શ્રવણ કરવું જોઇએ. ખરેખર શ્રીમદ્ભાગવત ગ્રંથ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જેનો પાઠ કરવાથી કે શ્રવણ કરવાથી તમામ પાપોનો નાશ થઇ જાય છે.
ભાગવતનો પ્રથમ શ્લોક ‘સચ્ચિદાનંદરુપાય વિશ્વોત્પત્યાદિહેતવે’ નો અર્થ સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે, આ પ્રથમ શ્લોકમાં સારાયે ભાગવતનું રહસ્ય સમાયેલ છે. આ સંસારને રચનારી અને તેનું પાલન કરનારી કોઇ સર્વવ્યાપક શક્તિ છે.
જે શકિતને મહાન પુરુષો ઇશ્વર, બ્રહ્મ, પરમાત્મા, વગેરે અનેક નામોથી ઓળખે છે. જેના થકી આ સંસારનું પાલન અને સંહાર થાય છે. જે ત્રણેય કાળમાં સત્ય છે. અર્થાત્ જે હંમેશા રહ્યું છે અને રહેવાનું છે. જે પોતાના પ્રકાશથી અંધકારને હંમેશા દૂર રાખે છે. તે પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ.

કથા દરમ્યાન શ્રી રામજન્મોત્સવ, શ્રી કૃષ્ણજન્મોત્સવ, ગોવર્ધન લીલા વગેરે ઉત્સવો પણ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યા હતા.
કથા પારાયણમાં ગાંધી પરિવારના આમંત્રણથી અમદાવાદનાં ભક્તો ઉપરાંત, મુંબઈથી જીતુભાઇ ગાંધી, નીતિનભાઇ પરીખ, બીપીનભાઇ પરીખ તેમજ સેવાભાવી ભૂપેન્દ્રભાઇ મહેતા વગેરે ભક્તજનોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.

Achieved

Category

Tags