Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Sharad Poornima – Patotsav, SGVP

In the holy presence of Sadguruvarya Shastri Shree Madgavpriyadasji swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balkrishnadasji Swami, Pujya Purani Shree Shreeharidasji Swami, marvelous event of Sharad Poornima was celebrated by Gurukul Parivar at SGVP on 15 October, 2016.
On the eve of the auspicious day of Sharad Poornima, sacred water from the Prasadi Adalaj step well and Jal Yatra was welcomed by elder saints. On the day of Patotsav, in the early morning Abhishek of Shree Ghanshyam Maharaj at Saint Nivas, Sahajanandam was performed with Panchamrut, Kesar Jal, sacred river Jal, fruit juices and herbal Juices along with Vedic recitations.
Pujua Swami blessed the Yajmans and devotees participated in this auspicious ritual of Patotsav, Annual Pratishtha Utsav.
It was followed by the Annakut Darshan. Pujya Purani Swami performed the Aarati of Annakut.

 

શરદઋતુની સોહામણી પૂર્ણિમાની રાત્રિ એટલે ધવલરંગી ચાંદની રેલાવતી પૂર્ણિમાની રાત્રિ, ભગવાન અને ભક્તના મિલનની રાત્રિ અને આનંદ, ઉત્સવ, ઉલ્લાસની રાત્રિ. તારીખ ૧૫ ઓક્ટોબરના રોજ દર વર્ષની જેમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના આંગણે દિવ્ય અને ભવ્ય ભક્તિસભર શરદપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો.

આજના મંગલ પ્રભાતે ‘સહજાનંદમ્’માં બિરાજમાન બાલસ્વરુપ શ્રી ઘનશ્યામ મહારાજના પાટોત્સવ હોવાથી અભિષેક તથા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ સંતો દ્વારા વિવિધ ફળો, ઔષધિઓ, કેસરજળ તેમજ તીર્થજળ દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજનો ભવ્ય મહાભિષેક કરવામાં આવ્યો. અભિષેક બાદ અનેકવિધ વાનગી સભર અન્નકુટ શ્રી ઘનશ્યામ મહારાજને ધરાવવામાં આવ્યો હતો. જેનો પ્રસાદ, પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ગરીબ વિસ્તારોમાં વહેંચવામાં આવ્યો હતો.
આજની રાત્રિના શરદોત્સનો પ્રારંભ સમુહ રાસથી થયો હતો. પ્રેમાનંદ સાથે જાણે કોઇ ધર્મ સંમેલનનું આયોજન થયું હોય એવો ભાસ થતો હતો. આજે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીની તથા સદ્ગુરુની સાથે અહિંસા વિશ્વભારતી-ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રી લોકેશ મુનિજી મહારાજ, પ્રેસિડેન્ટ ઓફ ઓલ ઇન્ડિયા ઇમામ ઓેર્ગેનાઇજેશનના ચીફ ઇમામ ડૉ. ઇમામ ઉમર અહમદ ઇલયાશીજી, મહાબોધિ યોગ સેન્ટર – લેહના અધ્યક્ષ પૂજ્ય ભીખુ સંઘસેનાજી વગેરે સંતો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ શુભ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરી બ્રહ્મરૂપ થઇ પરબ્રહ્મને ભજવા તથા પરમાત્માનો સર્વ જીવ-પ્રાણીમાત્રમાં વાસ છે એવું સમજી સદા આનંદમાં રહેવાની પ્રેરણા આપી હતી. પૂજ્ય ભીખુ સંઘસેનાજીએ જણાવ્યું હતું કે, “ભારત વિવિધતાઓમાં એકતાથી શોભતો દેશ છે. આપણે સહુ સાથે મળી ભારતને વધારે સુંદર બનાવવો જોઇએ.”
પાંચ હજાર મૌલવીઓના અગ્રણી એવા ઇલિયાસીજીએ જણાવ્યું હતું કે, “અખંડ હિન્દુસ્તાનની ઉપર કોઇપણની બુરી નજરને સાખી નહીં લેવાય. ભારતને નૂકશાન પહોંચાડનારાઓને યોગ્ય જવાબ આપવો જ જોઇએ.” તથા પૂજ્ય લોકેશ મુનિજીએ જણાવ્યું હતું કે, “સ્વામી માધવપ્રિયદાસજી જેવા પ્રતિભાવાન સંતો સમાજને એકતાથી જોડી રહ્યા છે, જે આપણા માટે ગર્વની વાત છે.”
આ ઉપરાંત મહોત્સવ દરમિયાન સમૂહ રાસ, વિદ્યાર્થીઓ દ્વારા નૃત્યો, ચાર આરતીના દર્શન તથા સદ્ગુરુ સંતોના આશીર્વાદનો અનેરો લ્હાવો ભક્તજનોએ માણ્યો હતો. આ પ્રસંગે પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી દ્વારા વ્યાખ્યાયિત ‘પંચવર્તમાન’ ડી.વી.ડીનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉત્સવના અંતે સૌ હરિભક્તો દૂધપૌઆનો પ્રસાદ લઇ છૂટા પડ્યા હતા.

સુરત :- તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ સુરત ખાતે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં શરદોત્સવું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પધારી ઉત્સવનો લાભ લીધો હતો.
દ્રોણેશ્વર ગુરુકુલ :- પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં ૧૭ ઓક્ટોબર  ૨૦૧૬ ના રોજ ધામધૂમથી શરદોત્સવ ઉજવાયો હતો. આસપાસના ગામોના હરિભક્તોએ ઉત્સવ દર્શન કથાવાર્તાનો લાભ લીધો હતો.

 

 

Achieved

Category

Tags