Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Sahil Parmar, a Young Scientist from SGVP

Photo Gallery

Shree Swaminarayan Gurukul Vishwavidya Pratisthanam (SGVP) Ahmedabad makes several efforts for the overall development of the students. The result is SGVP student Sahil Parmar.

After completing his studies in SGVP, Sahil has now moved into the aerospace field in Astronomy.
Every year US-based Space Magazine Top 100 publishes the Top 100 men in the space industry. This list includes people with the most active research background in the space industry throughout the world. The list includes people like Jim Cartnel who along with Elon musk co-founded SpaceX, the world’s leading space start-up.

And this year due to the blessings of Shreeji Maharaj and saints Sahil Parmar was awarded the 13th spot in the list out of 100 which was listed among thousands of researchers. Sahil is the only person who is still pursuing engineering and has been included in the list this year.

Sahil wrote research papers on the subject of how various experiments in space would be conducted during the Gaganyaan mission. Research was done on topics such as how kidneys purify blood in space, how different liquids mix, how crystals are formed by mixing two substances. Based on that, Sahil has got a place in America’s Space Magazine.
India and the SGVP Gurukul family feel proud for this achievement of Sahil Parmar.

Recently, on the occasion of the Satsang Sadhana Shibir at Rishikesh, Guruvarya Swami Shree Madhavapriyadasji and Mr. Govindbhai Dholakia, a diamond industrialist from Surat, congratulated Sahil with good wishes.

SGVP ગુરુકુલ વિદ્યાર્થી સાહિલ પરમારની અંતરીક્ષ વિજ્ઞાનક્ષેત્રે હરણફાળ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવે છે. જેનું પરિણામ SGVPના વિદ્યાર્થી સાહિલ પરમાર છે.

SGVPમાં અભ્યાસ પૂર્ણ કરીને હાલ એરો સ્પેસ ક્ષેત્રમાં આગળ વધેલા સાહિલે અંતરીક્ષ વિજ્ઞાનમાં હરણફાળ ભરી છે.
દર વર્ષે અમેરિકાની ‘સ્પેસ મેગેજીન ટોપ ૧૦૦’ માં દુનિયાભરના અંતરિક્ષ વિજ્ઞાનમાં સક્રિય રિસર્ચ કરનારા ૧૦૦ વ્યક્તિઓના નામ સામેલ કરવામાં આવે છે. આ યાદીમાં જાણીતા અંતરિક્ષ વિજ્ઞાનીક જીમ કાર્ટનેલ જેવા લોકો સામેલ છે કે જેઓએ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ એલન મસ્કની સાથે મળીને સ્પેસએક્સની સ્થાપના કરી છે.

આ વર્ષેની ‘સ્પેસ મેગેજીન ટોપ ૧૦૦’ની યાદીમાં SGVPના વિદ્યાર્થી સાહિલ પરમારનું નામ ૧૩માં સ્થાને પસંદ કરવામાં આવ્યું છે. હજારો સંશોધકોમાંથી પસંદ થયેલ યુવા વૈજ્ઞાનિકોમાં એકમાત્ર સાહિલ હજુ તો એન્જીન્યરીંગનો અભ્યાસ કરી રહ્યો છે.

ગગનયાન મિશન દરમ્યાન અવકાશમાં થનારા વિવિધ પ્રયોગો કેવી રીતે થશે એ વિષય ઉપર સાહિલે શોધ પત્રો લખ્યા હતા. અવકાશમાં કિડની લોહીનું શુદ્ધિકરણ કેવી રીતે કરે, અલગ અલગ પ્રવાહી કેવી રીતે મિક્ષ મિક્સ થાય, બે પદાર્થોના મિશ્રણથી ક્રિસ્ટલ કેવી રીતે બને – એવા વિષયો ઉપર સંશોધન કરી કર્યું હતું. તેના આધારે સાહિલને અમેરિકાના સ્પેસ મેગેજીનમાં સ્થાન મળ્યું છે.

સાહિલ પરમારની આ સિદ્ધ બદલ ભારત દેશ અને SGVP ગુરુકુલ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.
તાજેતરમાં ઋષિકેશ ખાતે ચાલી રહેલી સાધના શિબિર પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ સાહિલને શુભાશીર્વાદ સાથે ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Achieved

Category

Tags