Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Tau te (Tauktae) Cyclone disaster rehabilitation services – 2021

Photo Gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ સંસ્થા દ્વારા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદશન નીચે શિક્ષણ તથા સમાજ ક્ષેત્રે અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે.
કોરોના મહામારી દરમિયાન SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં અનેક દર્દીઓએ સારવાર મેળવી છે, અનેક ભૂખ્યાઓએ ભોજન મેળવ્યું છે. ઉપરાંત ઉત્તમ ગુણવત્તા યુક્ત માસ્કનું વિતરણ થયું, આરોગ્ય તથા ઇમ્યુનિટી વધારનારી આયુર્વેદિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

એક વિટંબણા હજુ શરૂ હતી ત્યા તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં ભારે તારાજી સર્જી. આ તારાજીમાં અનેક લોકો બેઘર થયા, અનેક લોકોના ખેતર-વાડી-બગીચા ઉજ્જડ થયા.
આવા કઠણ સમયે SGVP ગુરુકુલ દ્વારા પૂનઃનિવસનનું કાર્ય હાથ ધરાયું છે. ખાસ કરીને ગીર વિસ્તારમાં અનેક લોકોના ઘર તબાહ થયા છે ત્યારે સંસ્થા દ્વારા પતરાં તથા સિમેન્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવામાં ગીરના નેસડાંના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.
વાવાઝોડાને લીધે લાખો વૃક્ષો ધરાશઈ થયા છે. જેનાથી ખેડૂતો અને પર્યાવરણને ભારે નુકશાન પહોચ્યું છે. આ વાતને ધ્યાનમાં લઈને SGVP દ્વારા જરૂરિયાતમંદ ખેડૂતોને મોટી સંખ્યામાં આંબાની કલમોનું વિતરણ કરવાનું પણ આયોજન છે. સાથે સાથે પાંચ હજાર કિલો ઘઉંનો લોટ પણ અસરગ્રસ્તો સુધી પહોંચાડાયો છે.
આ સેવાઓમાં SGVP ગુરુકુલ પરિવાર કેનેડા તથા અમેરિકા વગેરે દેશોના ભક્તોનો સહકાર પ્રાપ્ત થયો છે.

Achieved

Category

Tags