Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Independence Day – 15 August 2023

Photo gallery

 

૭૭મો સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઑગસ્ટ ૨૦૨૩

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે ૭૭મો સ્વાતંત્ર્યપર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. પરમ પૂજય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાંનિધ્યમાં વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવાયેલા પર્વમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલ તથા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના બાળકો પણ જોડાયા હતા.

બેન્ડની સુરાવલી સાથે પૂજ્ય સ્વામીજી તથા મહાનુભાવો મંચ ઉપર પધાર્યા પછી ધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.

દેશભક્તિના આ પર્વમાં વિદ્યાર્થીઓએ પરેડ રજુ કરી દિલધડક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. જેમાં સમૂહ પીટી, ડમ્બેલ્સ, શૌર્ય ગીત, સમૂહ યોગ, નૃત્ય તેમજ સુભાષચંદ્ર બોઝની આઝાદીની લડત અને સમર્પણને યાદ અપાવે એવું નાટક રજુ કર્યું હતું. આ કાર્યક્રમ નિહાળી ઉપસ્થિત સંતો, મહાનુભાવો તથા અન્ય ઉપસ્થિત પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે વિદ્યાર્થીઓને વધાવી અભિનંદન પાઠવ્યા હતા.

ધ્વજવંદન બાદ પૂજ્ય સ્વામીજીએ શહીદોને યાદ કરી ભારતની સંતશક્તિને વંદના કરી હતી. સ્વામીજીએ જણાવ્યું હતું કે, છેલ્લા પંચોતેર વર્ષથી આપણી સંતશક્તિને ભુલાવવાનો પ્રયાસ થયો છે. આજે ભારતવર્ષની સંતપરંપરા શુ કરી શકે એનું આ ઉદાહરણ છે.

આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતે દરેકક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. આજે દરેક લોકો પોતાના સ્વપ્નને સાકારિત થતું જોઈ શકે છે. આઝાદીનું આ અમૃતપર્વ તો કેવળ સોપાન છે. હવે આપણું લક્ષ્ય છે આઝાદીનું શતાબ્દી પર્વ. શતાબ્દી પર્વ સુધીમાં ભારતે દરેક ક્ષેત્રમાં પ્રથમપંક્તિમાં સ્થાન પ્રાપ્ત કરવાનું છે. આજે દુનિયામાં ભારતનું નામ ગૌરવથી લેવાય છે. આપણા રોમરોમમાં દેશભક્તિ અને દેશહિત અભરે ભરેલા હોવા જોઈએ. તમે યુવાનો ભારતનું ભવિષ્ય છો. તમારે તમારી સ્કીલથી, ટેલેન્ટથી ભારતને મહાન બનાવવાનું છે. ભારતની મહાનતા માત્ર સ્કીલથી નથી, પણ સંસ્કારોથી છે. એટલે તો ગુરુદેવે આ ગુરુકુલની સ્થાપના કરી છે.

ખાસ આજના પ્રસંગે મુખ્ય મહેમાનોમાં ભારત સરકારના ઉચ્ચ અધિકારી શ્રી રવિન્દ્ર મિશ્રાજી લખનૌથી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કમલેશભાઈ સાવલિયા, શ્રી કાનજીભાઈ આસોદરિયા, શ્રી ત્રિકમભાઈ પટોળિયા, શ્રી જીજ્ઞેશભાઈ પાધરા, શ્રી પરષોત્તમભાઈ ઠુંમર, શ્રી નરેશભાઈ ચૌહાણ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags