Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Honoring The Chancellor of Shri Sampurananda Sanskrit University (Benares) Mr. Biharilal Sharmaji

photo gallery

શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી (બનારસ)ના નવનિયુક્ત કુલપતિ શ્રી બિહારીલાલ શર્માજીનું સન્માન

૨૬ વિદ્વત્ નગરી કાશીમાં આવેલ શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ શ્રી બિહારીલાલ શર્માજીનો બાબા શ્રીકાશીવિશ્વનાથજીના સાનિધ્યમાં, મંદિરના ઓડિટોરિયમમાં સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો.

આ સન્માન સમારોહ પ્રસંગે ગુરુવર્ય પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ નવનિયુક્ત કુલપતિશ્રીને હાર તથા સાલ પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામના કોઠારી શ્રી સંતવલ્લભદાસજી સ્વામી પણ સન્માનમાં સાથે જોડાયા હતા. આ પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિરના અધ્યક્ષ ડોક્ટર શ્રી નાગેન્દ્ર પાંડેજી, વિશ્વ હિન્દુ પરિષદના આલોકજી, પંડિત વ્રજભૂષણજી ઓઝા, વિદ્વાન કમલેશજી ઝા તેમજ કાશીના ધૂરંધર વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પતંજલિ મિશ્રાજીએ વૈદિક મંગલાચરણ કર્યું હતું તથા ઉપસ્થિત સર્વ વિદ્વાનોએ નવનિયુક્ત કુલપતિશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

Achieved

Category

Tags