Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

GPL – 10 Opening Ceremony – 2021

Photo Gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ગુજરાતની મોટામાં મોટી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ GPL-૧૦ નું આયોજન SGVP ખાતે તા. ૧૫ માર્ચ 2021ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.

જેના ઉદઘાટક તરીકે અમદાવાદના પોલિસના વડા એસીપી રાજેન્દ્ર અસારી હાજર રહેલ. સાથે ઇન્ડીયન ઓઇલના ઓફિસર ભાવિનભાઇ રાડિયા, ક્રિકેટર વિમલ જાડેજા (GCA-SELECTOR), ઉમેશભાઇ પાઠક (ઇન્કમટેકસ સિલેક્ટર), શ્રી રાજેશભાઇ પટેલ, (કે-ન્યુઝ ચેનલ), શ્રી મુકેશજી (ખન્ના સ્પોર્ટસ), વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આવા કોરાનાના સમયમાં સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ઓપનીંગ સેરેમેનીમાં આમંત્રિત મહેમાનો, ખેલાડીઓ અને સંચાલકોની જ હજાર રહ્યા હતા અને સમગ્ર ઉદ્ધાટન કાર્યક્રમ ઓનલાઈન બતાવવામાં આવ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ૩૬ ટીમો લેધર બોલમાં અને ૯૬ ટીમો ટેનિસ બોલમાં મળી ૧૩૨ ટીમો ભાગ લઇ રહી છે.

આ ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતાને રુપિયા ૨,૫૧,૦૦૦/- (બે લાખ અને એકાવન હજાર) અને દ્વિતીય વિજેતાને રુપિયા  ૧,૨૫,૦૦૦/- (એક લાખ ને પચીસ હજાર) રોકડ ઇનામ અપાશે.
પ્રથમ દિવસે સુપર નોવા-૧૧ (વડોદરા) અને ગાંધીનગર પેન્થર વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ જેમાં સુપર નોવા ૧૧ વડોદરાનો ૭ વિકેટે વિજય થયેલ છે.
આ પ્રસંગે હૈદ્રાબાદ યાત્રામા પધારેલ પૂજ્ય સ્વામીજીએ ઓન લાઇન ફોન દ્વારા આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, હાર કે જીત એ મહત્વનું નથી પણ પણ દિલથી ખેલવું એ મહત્વનું છે. જીતને ખેલદીલીથી સ્વીકારો અને સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ અને મા ભારતનું ગૌરવ વધારીએ.

Achieved

Category

Tags