Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Golden Success in Sanskrit – 2021

Photo Gallery

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે, કુલપતિ ગોપબંધુ મિશ્રાજીની ઉપસ્થિતિમાં, ૧૩ મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમા ૭૫૦ જેટલા છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.જેમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંત મુનિવત્સલદાસજી સ્વામીએ ઉપનિષદ્ અને વચનામૃત આાધારિત ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ વિષય પર શોધનિબંધ રજુ કર્યો હતો. તેમજ રાવલ અંકિતે વ્યાકરણમાં સિદ્ધાન્ત કૌમુદીની અર્થપ્રકાશ ટીકા આધારિત શોધનિબંધ રજુ કરતા કુલપતિશ્રીના હસ્તે પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.

તેમજ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંત શ્રી નિરંજનદાસજી સ્વામીએ આચાર્ય કક્ષામાં યુનિવર્સિટી પ્રથમ અને સ્વામિનારાયણ વેદાન્તમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વિદ્યાર્થી સંત હરિકૃષ્ણદાસજી સ્વામીએ (વડતાલ) સ્વામિનારાયણ વેદાંતમાં શાસ્ત્રી ક્ક્ષામાં પ્રથમ સ્થાન મેળવેલ છે.
ઋષિકુમાર પંડ્યા પ્રતિક શાસ્ત્રીએ કક્ષાએ પ્રથમ સ્થાન તેમજ સાહિત્ય શાસ્ત્રમાં યુનિ. પ્રથમ સ્થાને આવેલ છે.
આ ઉપરાંત શાસ્ત્રી કક્ષાએ ન્યાયશાસ્ત્રમાં ખૂંટ સહજ પ્રથમ અને આચાર્ય કક્ષાએ ન્યાયશાસ્ત્રમાં રાજ્યગુરુ જયદેવે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
પ્રથમ સ્થાને આવેલ તમામ છાત્રોને કુલપતિ ગોપબંધુ મિશ્રાજીના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. બે વિદ્યાવારિધિ (PhD) અને આઠ સુવર્ણ ચંદ્રક સાથે સંતો અને ઋષિકુમારોએ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય અને SGVP ગુરુકુલનું ગૌરવ વધાર્યું છે.
આ પ્રસંગે પદવીદાન સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ મહામહીમ શ્રી દેવવ્રત આચાર્યજી તથા સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા,  ભાઇશ્રીએ તમામ છાત્રોને ઓન લાઇન અભિનંદન પાઠવ્યા.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને શ્રી અર્જુનાચાર્યજીએ જ્વલંત સફળતા મેળવનાર તમામ છાત્રોને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગૌરવ વધારવા બદલ આશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

Achieved

Category

Tags