Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

CBSE Cluster XIII Tournament – SGVP Ribda-Rajkot – 2025

SGVP International School ખાતે વર્ષ 2025 દરમિયાન CBSE Cluster XIII સ્તરની CBSE Cluster – Athletic Games અને Badminton Tournamentનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું.

આ સ્પર્ધાઓમાં વેસ્ટ ઝોનની પસંદ કરાયેલી સ્કૂલો અને તેમાથી પણ રાજ્ય સ્તરે પસંદ થયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ જ ભાગ લીધો હતો. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં કુલ ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ૨૦૦ જેટલા સ્પોર્ટસ કોચ, વાલીગણ તથા ૧૫૦થી વધુ સ્કૂલોએ ભાગ લીધો હતો.

૫ થી ૧૪ ઑગસ્ટ, ૨૦૨૫ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધાઓમાં એથલેટિક ટ્રેક પર દોડ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, થ્રો ઇવેન્ટ્સ જેવી વિવિધ એથલેટિક સ્પર્ધાઓ તથા બેડમિન્ટનની જુદી-જુદી કટેગરીમાં રસપ્રદ મુકાબલાઓ યોજાયા હતા. SGVP રીબડા-રાજકોટના સંચાલક શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે આયોજિત આ ટુર્નામેંટના ઉદ્ગાટન સમારોહમા કેબિનેટ મિનિસ્ટર શ્રી જયેશભાઇ રાદડીયા તથા ફાલ્કન પંપ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી કમલનયન સોજિત્રા હાજર રહ્યા હતા

વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ અદ્ભુત પ્રતિભા, અનુકૂળતા અને ખેલભાવનાનું પ્રદર્શન કર્યું. તમામ ઇવેન્ટ્સ સુવ્યવસ્થિત, સમયસર અને ઉત્સાહભેર પૂર્ણ થયા.

વિજેતા ખેલાડીઓ હવે આગામી CBSE નેશનલ ગેમ્સમાં વેસ્ટ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે, જે દરેક માટે ગૌરવની વાત છે.

આ આયોજનની સફળતા માટે CBSE અધિકારીઓ, સ્કૂલ મેનેજમેન્ટ, કોચિસ, રેફરી, સ્ટાફ, સ્વયંસેવકો તથા તમામ સહયોગીઓને ગુરુવર્ય પૂજ્ય સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી દ્વારા હાર્દિક આશીર્વાદ પાઠવવામાં આવ્યા.

Achieved

Category

Tags