પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણા અને આશીર્વાદથી SGVP ધર્મજીવન હોસ્ટેલ દ્વારા તા. 16 અને 17 ઑક્ટોબર, 2026ના રોજ SGVP UDYAM 2026 – બિઝનેસ એક્સ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ ધોરણ 12ના વિદ્યાર્થીઓને તેમના પરિવારના વ્યવસાયને રજૂ કરવાની તક આપવાનો તથા વ્યવસાયિક જગતનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો હતો.
આ એક્સ્પોમાં 30થી વધુ બિઝનેસ સ્ટોલ્સ દ્વારા વિવિધ વ્યવસાયો, પ્રોડક્ટ્સ, સેવાઓ અને નવીન વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ, ટેક્સટાઇલ, કન્સ્ટ્રક્શન, ફૂડ પ્રોડક્ટ્સ, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોના વ્યવસાયોનો સમાવેશ થયો હતો.
આ બે દિવસ દરમિયાન એક્સ્પોની મુલાકાત 2500થી વધુ મુલાકાતીઓએ લીધી હતી. તેમાં હિરામણી સ્કૂલ, SGVP સ્કૂલ, ઇન્ડસ યુનિવર્સિટી તથા KD Institutes of Allied Health Sciencesના વિદ્યાર્થીઓએ લીધી હતી. મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓએ વિવિધ બિઝનેસ સ્ટોલ્સની મુલાકાત લઈને વ્યવસાય વિશે માહિતી મેળવી હતી અને સ્ટોલ રજૂ કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયની કાર્યપદ્ધતિ, પ્રોડક્ટ્સની સમજ, ગ્રાહકો સાથેનો વ્યવહાર, સંવાદ કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાના વિવિધ પાસાઓનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો. સાથે જ, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નવીન વિચારસરણી અને વ્યવસાય પ્રત્યેની સમજ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



