Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Aamrakut Utsav and Mango Distribution, SGVP Memnagar – 2025

આમ્રકૂટોત્સવ અને કેરી વિતરણ, ગુરુકુળ મેમનગર

પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, SGVP મેમનગર અમદાવાદ ખાતે, તા. ૦૧ જૂન, ૨૦૨૫ના રોજ ૭૦૦૦ કિલો કેસર કેરીના આમ્રકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવિક ભક્તોના સહકારથી ગીર પ્રદેશ, જુનાગઢ, કચ્છ વિસ્તારથી ૭૦૦૦ કિલો જેટલી કેસર કેરી એકત્ર કરી શ્રી ઘનશ્યામ મહારાજ આગળ આમ્રકૂટ અર્પણ કરી પ્રસાદરૂપે સમગ્ર આમ્રકૂટની કેરીઓ ગરીબો, જરૂરિયાતમંદ લોકો અને બાળકોમાં વહેંચવામાં આવી હતી.

પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી, ૨૦૦ સ્વયંસેવકો દ્વારા ૨૦૦૦ માનવ કલાકની આ સેવા પ્રવૃતિથી ૨૦,૦૦૦ જરૂરિયાતમંદ લોકો સુધી પ્રભુ પ્રસાદની કેરીઓ પહોંચાડવામાં આવી હતી.

Achieved

Category

Tags