સત્સંગ બાલ શિબિર, ૨૦૨૫ SGVP અમદાવાદ
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP અમદાવાદ ખાતે ૦૫ થી ૧૧મી મે ૨૦૨૫ દરમ્યાન સપ્ત દિનાત્મક સત્સંગ બાલ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું.
ગમ્મત સાથે જ્ઞાન અને સત્સંગના સંસ્કારોને આપતી આ સત્સંગ બાલ શિબિર- ૨૦૨૫માં સંતો અને સાંખ્ય યોગી બહેનોનાં સાનિધ્યમાં ૫૦૦ ઉપરાંત બાળકો અને બાલિકાઓએ ભાગ લીધો હતો.



