વિચાર ગોષ્ઠી, સુરત
જીવન વ્યવહાર આધારિત ‘વિચાર ગોષ્ઠી’ – SGVP ગુરુકુલ પરિવાર સુરત દ્વારા તા. ૧૪ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ વરાછા વિસ્તારમાં એક વિશિષ્ટ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશાળ સંખ્યામાં સુરત શહેરના અગ્રગણ્ય મહાનુભાવો અને ભક્તજનોની હાજરીમાં પ્રાસંગિક ઉદ્બોધન બાદ, પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતજીની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઇ ધોળકિયા સાથે અનુક્રમે ‘ધર્મ અને વ્યવહાર’ અને ‘ધર્મ અને વેપાર’ વિષયને અનુલક્ષીને પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બંને મહાનુભાવો દ્વારા, રોજીંદા જીવનના અને લગભગ સમાજના દરેક સ્તરના લોકોને સ્પર્શતા પ્રશ્નો અને તેના સરળ સહજતાથી અપાયેલા સમાધાનો, ઉત્તરોથી દરેક સભાજનો પ્રભાવિત થયા હતા.