Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

9th Punyatithi of Pujya Shree Jogi Swami – 2020

Photo Gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની સાથે રહી જેમણે ગુરુકુલ તેમજ સંપ્રદાયની મહાન સેવા કરી છે એવા ૧૦૭ વર્ષીય અખંડ ભગવત પરાયણ પૂજ્ય જોગી સ્વામીની નવમી પુણ્યતિથિ તા. ૧૮ ઑગસ્ટ ૨૦૨૦ના રોજ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલમાં ઉજવવામાં આવી હતી.
Pujya Jogi Swami who was constantly immersed into Maharaj’s Murti and always remained with the founder of the Gurukul Pujya Shastriji Maharaj Shree Dharmajivandasji Swami as his staunch supporter in his mission of imparting Satsang and values in young generation.
On 18th August 2020, SGVP Gurukul have celebrated his 9th anniversary of his return to Akshardham, in the presence of Pujya Guruvarya Shastri Madhavpriyadasji Swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balkrishadasji Swami and Saints.

પૂજ્ય જોગી સ્વામીની પુણ્યતીથિ નિમિત્તે એસજીવીપી ગુરુકુલ છારોડી, ગુરુકુલ અમદાવાદ, ગુરુકુલ દ્રોણેશ્વર, ગુરુકુલ રીબડા અને ગુરુકુલ અમેરિકા ખાતે અખંડ ઘૂન અને અનુષ્ઠાન વગેરે રાખવામાં આવેલ.

Due to this occasion at all Gurukuls various programs of chanting of Swaminarayan Mahamantra and Anusthan were organised.
પ્રારંભમાં જ્યાં જોગી સ્વામીના દિવ્યદેહના અંતિમ સંસ્કાર કરવામા આવેલ છે ત્યાં SGVP ગુરુકુલમાં હ્રદય કુટિર ખાતે તમામ સંતોએ ભાવાંજલિ અર્પણ કરેલ.
The place called Hruday Kutir where Pujya Jogi Swami’s last rites were performed within the SGVP campus, all saints were gathered and pay their tributes to this great saint.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ સંતોની સભામાં જણાવ્યું હતું કે, પૂજ્ય જોગી સ્વામી તપસ્વી, નિ:સ્પૃહી,  ભજન પરાયણ,  સેવા પ્રવૃત્તિના પ્રેરણાસ્રોત્ર અને આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્ર હતા.
Pujya Swamiji mentioned in saint assembly that Pujya Jogi Swami was a true ascetic, detached from this world, always engrossed himself in the form of Shreeji Maharaj, inspiration for lots of seva activities and a source of inspiration as well to all saints in their spiritual journey.
પૂજ્ય જોગી સ્વામીને આપણે એટલા માટે વંદના કરીએ છીએ તે નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્યમૂર્તિ અને અલગારી સંત હતા. તેમના હ્રદયમાં માયાનો કોઇ ગુણ હતો નહી. પૂજ્ય જોગી સ્વામીને આપણે એટલા માટે વંદના કરીએ છીએ કે જેમણે આખી જીંદગી અખંડ ભજનની ધૂણી ધખાવી હતી. ગુરુકુલમાં દાખલ થયેલ હજારો વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરેલ. સમાજ જીવનથી સદાય અલિપ્ત, લૌકિક જીવનથી હંમેશા વેગળા અને પ્રભુમસ્તીમાં મસ્ત રહેનારા જોગી સ્વામી વર્તમાન સમયના એક વિરલ સંત વિભૂતિ હતા. શ્રીજી મહારાજના પ્રતાપથી જોગી સ્વામી દિન દુઃખિયાના દુઃખો દૂર કરતા, નાનામાં નાના ગામડાઓમાં વિચરણ કરતા ને હરિભકતોના ખેતર, વાડી કે ઘરને પાવન કરતા.
We remember Pujya Jogi swami so reverently due to the fact that his life was like Nishkulanand Swami, completely detached from the material world and a real Algari Satpurush. There wasn’t a pinch of Maya within him. He did constant Bhajan in his life and imparted great spiritual values in Gurukul students. We have not seen Nand saints who were present at the times of Shreeji Maharaj but he was like Nand saint in the present era in front of our eyes. He was indeed a unique saint in present times. Due to the spiritual powers imparted by Shreeji Maharaj in him, he eradicated lots of miseries from many devotees’ life, he visited many devotees’ homes and fields and blessed them with lots of prosperity.

હાલના કોરોના મહામારીના સમયમાં પૂજ્ય સ્વામીજીએ ઓનલાઈન સત્સંગના માધ્યમથી બ્રહ્મવિદ્યા જેવા જટિલ વિષય પર સરળ અને લોકભોગ્ય શૈલીમાં ઉપનિષદ અને વચનામૃત આધારિત કથાવાર્તાનો લાભ આપ્યો હતો. તેમજ સત્સંગિજીવન ગ્રંથના તૃતીય પ્રકરણ આધારે મહિમા સભર કથાવાર્તાનો લાભ આપ્યો હતો. તે કથા ની પૂર્ણાહુતિ પણ આજના દિવસે કરવામાં આવી હતી.
કથાના અંતમાં, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પોથજી અને વક્તાશ્રીનું પૂજન કરી પ્રાસંગિક શુભાશીર્વાદ પાઠવ્યા હતા.
Due to the current situation of Corona pandemic, online Satsang Sabha was organised and Pujya Swamiji delivered the discourses on Brahma Vidya based on Vachanamrut, Upanishad and the third chapter of Satsangi Jeevan. The conclusion of this series of Katha was also celebrated on this pious day. Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Pujya Purani Shree Balkrishnadasji Swami did Poojan of Pothiji and delivered blessings at the end.

Achieved

Category

Tags