Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

5th Punya Tithi of Pujya Jogi Swami

5th Punya Tithi of Pujya Jogi Swamiji and 2nd Punya Tithi of Pujya Kothari Swami
Homage Assembly

31 Aug 2016, Gurukul Parivar paid homage to Pujya Jogi Swamiji on 5th Punya Tithi and to Pujya Kothari Swami on 2nd Punya Tithi.
Saints, students and Haribhaktas performed incessant Dhoon Mantra Lekhan and Mantra-Jaap.
At SGVP, after the poojan at Hruday Kutir, in the assembly Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balkrishnadasji Swami and Parshad Shree Kanu Bhagat memorized the divine events and virtues of saints. Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami also addressed the assembly telephonically and described the important role of Pujya Jogi Swamiji and Pujya Kothari Swami in glorious history of Gurukul and devotional life of Gurukul Parivar.
On 30 Aug 2016, an assembly was also held at Sahajanand Dham, Rajkot in the holy presence of Pujya Purani Shree Balkrishadasji Swami and Pujya Purani Shree Shreeharidasji Swami.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલના આદ્ય સંસ્‍થાપક શા.મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીની સાથે રહી જેમણે ગુરુકુલ તેમજ સંપ્રદાયની મહાન સેવા કરી છે એવા ૧૦૭ વર્ષીય પૂજય જોગી સ્‍વામીની પાંચમી પુણ્‍ય તીથિ તથા ગુરુકુલની શરુઆતથી વર્ષો પર્યંત જેમણે કોઠારી તરીકે સેવા કરી હતી એવા પૂ. કોઠારી હરિજીવનદાસજી સ્‍વામીની દ્રિતીય પૂણ્‍ય તીથિ પ્રસંગે, છારોડી શ્રી સ્‍વામિનારાયણ ગુરુુકુલ ખાતે પૂ. પુરાણી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્‍વામીની ઉપસ્‍થિતિમાં પૂજન તેમજ ગુણાનુવાદ સભાનું આયોજન થયુ હતું.
             જેમાં મેમનગર ગુરુકુલ, એસજીવીપી હોસ્‍ટેલ તેમજ દર્શનમ્‌ સંસ્‍કૃત મહાવિદ્યાલયના તમામ વિદ્યાર્થી  સંતો તથા મોટી સંખ્‍યામાં હરિભકતો ઉપસ્‍થિત રહ્યા હતા.
            આ પ્રસંગે હૃદય કુટિરમાં વિદ્યાર્થીઓ દ્વારા અખંડ ઘૂન તથા મંત્રલેખન કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ, સંતો અને હરિભકતોએ પોતાની શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી હતી.
            આ પ્રસંગે પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્‍વામીએ જણાવ્‍યું હતું કે ગુરુકુલમાં દાખલ થયેલ હજારો વિદ્યાર્થીઓમાં સંસ્‍કારોનું સિંચન કરવામાં જોગી સ્‍વામીનો અમુલ્‍ય ફાળો રહેલ છે.
            સમાજ જીવનથી સદાય અલિપ્ત, લૌકિક જીવનથી હંમેશા વેગળા અને પ્રભુમસ્‍તીમાં મસ્‍ત રહેનારા જોગી સ્‍વામી વર્તમાન સમયના એક વિરલ સંત વિભૂતિ હતા.
            ૧૦૭ વર્ષનું દીર્ઘાયુષ અને નખમાં પણ રોગ નહી, ડોક્‍ટરો કહેતા કે સ્‍વામીનું હૃદય તો નાના બાળકના જેવું છે.       
             પુરાણી સ્‍વામીએ જોગી સ્‍વામીના જીવનમાં બનેલ અનેક ચમત્‍કારિક પ્રસંગો વર્ણવ્‍યા હતા.
            સત્‍સંગ અને ભારતીય સંસ્‍કૃતિનો પ્રચાર કરવા અમેરિકા પધારેલ પૂજય માધવપ્રિયદાસજી સ્‍વામીએ ટેલિફોન દ્વારા શ્રધ્‍ધાંજલિ અર્પણ કરતા જણાવ્‍યું હતુ કે  જોગી સ્‍વામી એક મહાન સંત હતા તેમણે અનેક મુમુક્ષુઓને વ્‍યસન મુક્‍ત કરી ભગવાન તરફ વાળ્‍યા છે. આવા નિસ્‍પૃહિ મહાન સંતના આપણને દર્શન થયા તે આપણું મોટું  સદભાગ્‍ય છે. તેઓ મહાન વચન સિધ્‍ધ  સંત હતા. તેઓએ હજારો મુમુક્ષુઓને વ્‍યસન મુકત કરી ભગવાન તરફ વા્‌ળ્‍યા છે.
            મનુષ્‍ય શરીરમાં સંતપણું એટલે નિર્મળ અને નિર્દોષ જીવન. તેમાં પણ  ભગવાન શ્રી સ્‍વામિનારાયણના સંત એટલે નિર્લોભ, નિષ્‍કામ, નિઃસ્‍નેહ, નિઃસ્‍વાદ અને નિર્માનીપણાની સાક્ષાત મૂર્તિ. એટલે જોગી સ્‍વામી, આવા પંચવ્રતે શૂરા પૂરા પૂજયપાદ જોગી સ્‍વામીને સૌ અખંડ ભગવત પરાયણ  કહેતા  અને પૂ સ્‍વામીને પણ અખંડ ભગવાનમાં જોડાયેલા નિહાળતા.
            પુરાણી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીએ જોગી સ્‍વામી સાથે બગીચાની સેવામાં જોડાઇ તેમજ તેમની સાથેના પોતાના જીવનના પ્રસગોનું આબેહૂબ વર્ણન કરી કહ્યું કે એમણે અમારા જીવનમાં ભગવાન અને સંતો પ્રત્‍યે જે શ્રદ્ધાના પિયુષ પાયા છે તે ક્‍યારેય ભૂલી શકાશે નહીં.
            ગુરુકુલમાં જોગી સ્‍વામીનું આસન એટલે સત્‍સંગના સંસ્‍કારોની જીવંત પાઠશાળા, કોઇપણ વ્‍યવહારિક પ્રવૃત્તિમાં પ્રત્‍યક્ષ રીતે જોડાયા વિના સૌ વિદ્યાર્થીઓ, સંતો, હરિભકતોને સેવામાં જોડતા, ભજન કરાવતા, વચનામૃત વંચાવતા અને વિદ્યાર્થીઓ વચનામૃત કે કિર્તનો મુખવાઠ કરતા તેના ઉપર રાજી થતા.
            શ્રીજી મહારાજના પ્રતાપથી જોગી સ્‍વામી દિન દુઃખિયાના દુઃખો દૂર કરતા, નાનામાં નાના ગામડાઓમાં વિચરણ કરતા ને હરિભકતોના ખેતર, વાડી કે ઘરને પાવન કરતા.
            જોગી સ્‍વામીએ ૧૦૭ વર્ષની જૈફ ઉમરે છેલ્લો શ્વાસ ૨૦૧૧માં મેમનગર ગુરુકુલમાં તમામ સંતોની હાજરીમાં લીધો ત્‍યારે સમગ્ર ગુરુકુલ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
           ૨૦૧૧માં એસજીવીપી ખાતે હરિભકતો, સંતોની ઉપસ્‍થિતિમાં અગ્નિ સંસ્‍કાર કરવામાં આવેલ ત્‍યારે લાખો હરિભકતોની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી.
            જોગી સ્‍વામીની પાંચમી પુણ્‍ય તિથી નિમિત્તે મેમનગર ગુરુકુલ તેમજ દર્શનમ્‌ સંસ્‍કૃત વિદ્યાલયના સંતો અને વિદ્યાર્થીઓ અખંડ ધૂન અને મંત્રલેખન કરેલ.

 

Achieved

Category

Tags