Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

1111 કુંડી શ્રી મહાવિષ્ણુયાગ ભૂમિપૂજન – 2015

૧૧૧૧ કુંડી શ્રીમહાવિષ્ણુયાગ : ભૂમિપૂજન અને ધ્વજારોહણ
  
  

આગામી ડીસેમ્બર તા.૨૩ થી ૨૭ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના વિશાળ પટાંગણમાં, યજ્ઞ અને અનુષ્ઠાન પ્રિય પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની આગેવાની નીચે ભગવત પ્રસન્નાર્થે અને વિશ્વકલ્યાણ અર્થે યોજાનારા ૧૧૧૧ કુંડી મહાવિષ્ણુયાગ નિમિત્તે તા. ૧૯ ઓગસ્ટ ૨૦૧૫, શ્રાવણ સુદ પંચમના શુભ દિવસે વિદ્વાન ભૂદેવો શ્રી કિશોરભાઇ દવે, શ્રી લક્ષ્મીનારાયણજી, શ્રી દિનેશભાઇ જોષી તેમજ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વૈદિક વિધિ સાથે યજ્ઞશાળા સ્થળે ભૂમિપૂજન તેમજ ચારેય દિશાોમાં ધ્વજારોહણ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતુ.

Achieved

Category

Tags