Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

પુરશ્ચરણાત્મક અનુષ્ઠાન, 2013

પુરશ્ચરણાત્મક અનુષ્ઠાન

Sadguru Purani Shwami Shree Bhaktiprakashdasji Swami, a hectic personality for Anushthan and Yagna performed the Pruachran Anushthan of Janmangal Stotra, Sarvamangal Stotra and Vishusahasra nam Stotra during 19 to 29 November, 2013 in garden of Tulasi and Ambala at SGVP.

અનુષ્ઠાન અને યજ્ઞના પ્રણેતા સદ્‌ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી દ્વારા તા. ૧૯ થી ૨૯ નવેમ્બર ૨૦૧૩ દરમ્યાન જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્ર અને વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું પુરશ્ચરણાત્મક અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.

એસજીવીપી ખાતે તુલસી અને આંબળાના પવિત્ર વનમાં દરરોજ પૂજ્ય પુરાણી સ્વામી સાથે ઋષિકુમારોએ તુલસી પત્ર ૧૧,૦૦૦ જનમંગલ સ્તોત્ર, ૧૧૦૦ સર્વમંગલ સ્તોત્ર ૧૧૦૦ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પાઠ નું પુરશ્ચરણ કર્યું હતું. સંતો અને હરિ ભક્તોએ પણ ભક્તિભાવથી આ અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો.

કાર્તિકી એકાદશીના પુનીત પર્વે  પૂ.પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવત્ પ્રસન્નાર્થે ૧૧ દિવસથી ચાલી રહેલ જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્ર અને વિષ્ણુસહસ્રનામ સ્તોત્રના અનુષ્ઠાનના પુરશ્ચરણની પૂર્ણાહૂતિમાં સવાલક્ષ તુલસીદલથી ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું.

પૂર્ણાહૂતિ પ્રસંગે ઠાકોરજીના પૂજન બાદ ભકિતપ્રકાશદાસજી સ્વામીએ જણાવેલ કે ઉપરોકત તમામ અનુષ્ઠાન ભગવત પ્રસન્નાર્થે અને જન સમાજની તંદુરસ્તી તેમજ સુખાકારી માટે કરવામાં આવેલ છે.

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વિષ્ણુ સહસ્ર સ્તોત્ર અને સર્વમંગલ સ્તોત્રનો મહિમા સમજાવતા કહ્યું હતું કે વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનનું વિભુ-વ્યાપક સ્વરુપનું વર્ણન કરવામાં આવેલ છે, જ્યારે સર્વમંગલ સ્તોત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોનું વર્ણન કરવામાં આવેલ છે.
Picture Gallery
 

 

Achieved

Category

Tags