Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

દિપાવલી ઉત્સવ : સવાનાહ ગુરુકુલ, જ્યોર્જીયા

મારૂતિયાગ તથા રંગોળી સ્પર્ધા    ૨૯ ઓક્ટોબર ૨૦૧૬
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP દ્વારા સંચાલિત શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ અંતર્ગત  શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર, સવાનાહ (જ્યોર્જીયા) ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કાળી (કલ્યાણી) ચૌદસના પવિત્ર દિવસે મારૂતિયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ હનુમાનજી મહારાજના નામો, પુરુષસૂક્ત તથા હનુમત્‌સ્તોત્રના પાઠ સાથે હનુમાનજી મહારાજને આહુતિઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ત્રણસો ઉપરાંત ભાઇ-બહેનોએ ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગુરુકુલના કેમ્પસમાં જ રંગોળીની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવાનાહ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજાતા બહેનોને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

 

ભવ્ય અન્નકૂટોત્સવ ૩૧ ઓક્ટોબર ૨૦૧૬
સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી દિપાવલી તથા નૂતન વર્ષે પ્રાર્થના ભવનમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી સીતારામ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી તીરૂપતિજી વગેરે ભગવાનના સ્વરૂપોની આગળ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
સવાનાહ તથા આસપાસના વિસ્તારમાં વસતા ભાવિક ભક્તજનો પોતાના ઘરેથી વિવિધ પકવાનો બનાવીને લઇ આવ્યા હતા. ઉપરાંત મંદિરના રસોઇઘરમાં પણ મહિલા ભક્તજનોએ ખૂબ જ ભક્તિભાવ સાથે અનેક પકવાનો તૈયાર કર્યા હતા. નવા વર્ષના રોજ ધરાવવામાં આવેલા ભવ્ય અને દિવ્ય અન્નકૂટના દર્શન કરવા તેરસો ઉપરાંત ભક્તજનો આખા દિવસ દરમિયાન પધાર્યા હતા અને દરેકના મુખ ઉપર આટલા વિશાળ અન્નકૂટના દર્શન કરી આશ્ચર્ય ભાવ પ્રગટ થતો હતો. આજ રોજ મંદિરમાં દર્શને આવનાર દરેક ભક્તો આરતિનો લાભ લેતા અને પ્રસાદ લઇ છૂટા પડતા હતા.
આ ઉત્સવનું તમામ આયોજન પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી સંતો તથા સવાનાહના ઉત્સાહી ભાઇ-બહેનોએ ભારે જહેમત ઉઠાવીને કર્યું હતું.

 

Achieved

Category

Tags