Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

તીર્થધામ છપૈયાની પાવન પદયાત્રા, 2011

With the blessings of Pujyapad Shree Jogi Swamiji and in the pious memory of Parshad Shree Narayan Bhagat, 17 Saints, Hari Bhagats and students travelled from Ahmadabad to Chhapaiya on foot. Starting from 25 Jan, 2011 they completed ‘Pad Yatra’ of about 1200 kms. on 25 Feb 2011 and performed the Yagna, Mahapooja, Abhishek & Rajopchar of Shree Ghansyam Maharaj in the presence of Sadguru Shastri Shree Madhavpriyadasji Swami, Pujya Purani Swami and devotees from Ahmadabad and Mumbai.

પૂજ્યપાદ અખંડ ભગવત પરાયણ શ્રી જોગી સ્વામીજી ના શુભાશીર્વાદ સાથે પૂજ્ય નારાયણ ભગતની પવિત્ર સ્મૃતિમાં, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની, પૂજ્ય માધવચરણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી સંતો તેમજ હરિભક્તો, વિદ્યાર્થીઓએ તીર્થધામ છપૈયાની પદયાત્રા પૂર્ણ કરી છે. તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧ ના દિવસે પૂજ્યપાદ જોગી સ્વામીજીના દર્શન – આશીર્વાદ સાથે પૂજ્ય માધવચરણદાસજી સ્વામી, પૂજ્ય કૃષ્ણજીવનદાસજી સ્વામી, પૂજ્ય ગોવિંદપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય ગોપાલચરણદાસજી સ્વામી, પાર્ષદ શ્રી પુરુષોત્તમ ભગત ઉપરાંત ૧૫ જેટલા હરિભક્તો અને ઋષિ કુમારો, વિદ્યાર્થીઓએ ગુરુકુળ અમદાવાદ થી પુનીત પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો.ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના માર્ગો ઉપરથી પગપાળા પ્રવાસ દરમ્યાન યાત્રિકોએ માર્ગમાં આવતા અનેક તીર્થોમાં દર્શન કાર્ય હતાં. યાત્રા દરમ્યાન સતત વ્યક્તિગત રીતે ભજન સ્મરણ તથા અનુષ્ઠાન ઉપરાંત યાત્રિકોએ સામુહિક રીતે જનમંગલ સ્તોત્રનું ૧ અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું. દરરોજ સરેરાશ ૪૦ થી ૪૫ કી.મી. નો પંથ કરીને સંતો હરિભક્તો
તા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૧ ના રોજ ૧૨૦૦ કી.મી. નો પગપાળા પ્રવાસ કરીને છપૈયા પહોંચ્યા હતાં.પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય શ્રી પુરાણી સ્વામી પણ યાત્રિકોએ વધાવવા છપૈયા પધાર્યા હતા. પૂજ્ય પુરાણી સ્વામીએ પદયાત્રીઓને શુભાશીર્વાદ અને રાજીપારૂપે છપૈયાની પુણ્યભૂમિમાં યજ્ઞનું સુંદર આયોજન કર્યું અને મુંબઈના હરિભક્તોએ પણ તેમાં સહભાગી થવાનો લાભ લીધો. પંચ દિનાત્મક જનમંગલ વિષ્ણુ યાગનું આયોજન થયું અને યાત્રિક સંતો હરિભક્તો તથા યાત્રિકોને સત્કારવા આવેલા સંતો અને ભક્તોએ યજ્ઞનો લાભ લીધો. યાત્રિક સંતો ભક્તોએ પુનિત પદયાત્રા અને ભજન સ્મરણ શ્રીહરિના ચરણોમાં સમર્પિત કર્યું હતું. છપૈયા મંદિરના મહંત પૂજ્ય શ્રીવાસુદેવાનંદ બ્રહ્મચારીજી પણ આ આયોજનથી ખુબ રાજી થયા હતા. મુંબઈથી શ્રી ડી કે શાહ પરિવાર તથા અન્ય હરિભક્તોએ પણ પદયાત્રીકોને સત્કારવાનો અને યજ્ઞ નો લાભ લીધો હતો. અમદાવાદથી પણ શ્રી વલ્લભભાઈ બાબરિયા પરિવાર તથા ડો. વિપુલભાઈ પટેલ પરિવાર સાથે જોડાયા હતાં. શ્રીસ્વામિનારાયણ મંદિર, છપૈયાના પવિત્ર રમણામાં પદયાત્રિઓએ શ્રીહરિની મહાપૂજાનો લાભ લીધો હતો. આ દિવ્ય પ્રસંગે નારાયણ સરોવરના પવિત્ર જળથી અભિષેક તથા વૈદિક વિધિ અનુસાર રાજોપચાર સમર્પણ કરવામાં આવ્યા હતાં અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. SGVP ના દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પવિત્ર વિદ્વાન શ્રીરામપ્રિયજી તથા ઋષિ કુમારોએ યજ્ઞ અને મહાપૂજા, રાજોપચાર તથા સમગ્ર પૂજન વિધિ શાસ્ત્રોક્ત રીતે કરાવી હતી. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ યાત્રિકોની શ્રદ્ધાને બિરદાવી હતી અને પદયાત્રાનું મહત્વ સમજાવ્યું હતું.
પૂજ્ય પુરાણી સ્વામીએ સર્વે ને શુભાશીર્વાદ આપ્યા હતા. સર્વે સંતો હરિભક્તોએ છપૈયા અને અયોધ્યાના, શ્રી ઘનશ્યામ મહારાજની પુનીત પદરજ થી પાવન થએલા તીર્થસ્થાનોના દર્શન કરી શ્રીઘનશ્યામ મહારાજની દિવ્ય લીલાઓનું સ્મરણ કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી.છપૈયાથી પરત આવી યાત્રિક સંતો ભક્તોએ શ્રીઘનશ્યામ મહારાજ અને પૂજ્ય જોગી સ્વામીજીના દર્શન કરી યાત્રા પૂર્ણ કરી હતી. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે અમદાવાદ ખાતે સંતો હરિભક્તો અને વિદ્યાર્થીઓએ યાત્રિકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતાં. યાત્રાના પવિત્ર સંસ્મરણો યાદ કરતા યાત્રિકોએ જણાવ્યું હતું કે કેવળ શ્રીહરિની કૃપા અને સંતોના આશીર્વાદ અને ભક્તોની શુભેચ્છાથી જ અમારી પદયાત્રા સંપૂર્ણ શાંતિ, સહજતા અને ભજન – સ્મરણ સાથે નિર્વિઘ્ને પૂર્ણ થઇ છે. યાત્રા દરમ્યાન શ્રીહરિની કૃપાનો અમને સતત અનુભવ થયો છે.આ પદયાત્રામાં સંતોની સાથે શ્રી પ્રેમજીભાઈ પ્રાણજીભાઈ, શ્રી લાલજીભાઈ કાનજીભાઈ, શ્રી રમણભાઈ લાલજીભાઈ, શ્રી કાશીરામભાઈ સવજીભાઈ, શ્રી વાલજીભાઈ રામજીભાઈ, શ્રી હિંમતભાઈ કાનજીભાઈ, શ્રી ગોપાલભાઈ રાઘવજીભાઈ, શ્રી રમેશભાઈ મનજીભાઈ, વિદ્યાર્થી ભરત નારાયણભાઈ, વિદ્યાર્થી અશ્વિન ધનજીભાઈ, વિદ્યાર્થી જયદીપ હિંમતભાઈ, ઋષિકુમાર કૌશિક દવે, ઋષિકુમાર વિશાલ જોષી વગેરે જોડાયા હતાં.  શ્રદ્ધાપૂર્વક, શ્રીહરિના અનુસંધાન સાથે ભક્તિભાવ સાથે અમદાવાદથી છપૈયા સુધીની સુદીર્ઘ પદયાત્રા કરનારા યાત્રિક સંતો – ભક્તો – વિદ્યાર્થીઓને ખુબ ખુબ ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ
Picture Gallery
 

 

Achieved

Category

Tags