Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Janmangal Anushthan Parv SGVP 2022

Photo Gallery

ચાતુર્માસ અને તેમાં પણ અંતિમ એટલે કાર્તિક માસને ભજન અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. યજ્ઞ અનુષ્ઠાનપ્રિય પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી દર કાર્તિક માસમાં એસજીવીપી છારોડીના વિશાળ કેમ્પસમાં આંબળાના વનમાં તુલસીદળથી જનમંગલ સ્તોત્રના પાઠ સાથે ઠાકોરજી પૂજન કરી પુરશ્ચરણ કરતાં અને અંતે વિષ્ણુયાગમાં અગ્નિનારાયણને હજારો આહુતિઓ અર્પણ કરીને પૂજ્ય પુરાણી સ્વામીએ શ્રીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત અને શાસ્ત્રીજી મહારાજ દ્વ્રારા સંવર્ધિત અહિંસામય મહાયજ્ઞોની પરંપરાને જીવંત રાખી છે.

એ પરંપરાને અવિરત વહાવતા આ વર્ષે પૂજ્ય પુરાણી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં, પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તારીખ ૧૫ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૨ દરમ્યાન જનમંગલ સ્તોત્રના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનમંગલ અનુષ્ઠાનમાં દર્શનમ સંસ્કૃત પાઠશાળાના ૧૫૦ ઋષિકુમારો અને સંતો અને હરિભક્તો દ્વારા દરરોજ સાંજે ૪ થી ૫:૩૦ દરમ્યાન એસજીવીપી ખાતે આંબળાના વનમાં જનમંગલ સ્તોત્રના પાઠ કરવામાં આવ્યા હતા.

આ અનુષ્ઠાનમાં સંતો, ઋષિકુમારો તથા ભક્તજનો દ્વારા ૨૫૦૦૦ જનમંગલ સ્તોત્રના પાઠ થયા હતા. તથા અંતિમ દિવસે જનમંગલ નામવાલીના ૧૦૦ પાઠ દ્વારા યજ્ઞનારાયણને આહુતિઓ અપાઈ હતી.
આ સંતો-ભક્તો દ્વારા કુલ ૬ લાખ ઉપરાંત આહુતિઓ અર્પણ કરાઈ હતી.

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, અનુષ્ઠાન સાધકની સાધનાને ગતિ આપે છે. મન- ઇન્દ્રિયોના નિગ્રહ માટે જપ અને તપ અત્યંત આવશ્યક છે. આવા અનુષ્ઠાન દ્વારા ભગવાન શ્રીહરિ તથા સંતોનો ખૂબ મોટો રાજીપો પ્રાપ્ત થાય છે. આજે પૂજ્ય પુરાણી સ્વામી અક્ષરધામમાં વિરાજમાન થકા આપણા ઉપર કૃપાદૃષ્ટિ વરસાવતા હશે. આ અનુષ્ઠાનમાં તન-મન-ધનથી સહભાગી થનાર તમામ ભક્તોને અભિનંદન પાઠવીએ છીએ.

Achieved

Category

Tags