Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

આમ્રકૂટોત્સવ – ગુરુકુલ દ્રોણેશ્વર

ભારતીય સંસ્કૃતિ સંસ્કારને વરેલી છે. હિન્દુ ધર્મના તમામ તહેવારો સંસ્કારથી સભર હોય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે લોકમાં ઉજવાતા તમામ સામાજિક તહેવારોને ધાર્મિક ઉત્સવોમાં ફેરવી નાખ્યા છે. ભીમ એકાદશી એ ભારતવર્ષનું અનોખું પર્વ છે, તેમાં પાંડવોની પુનિત કથા વર્ણવાયેલી છે. આ પર્વના બીજે દિવસે શનિવાર તા.  ૩૦ મે ૨૦૧૫ ના રોજ, સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી જેના મસ્તક ઉપર અખંડ જલધારા વહી રહી છે અને ખુદ દ્રોણાચાર્યે જેની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એવા શ્રી દ્રોણેશ્વર મહાદેવની સમીપમાં, નૂતન આકાર લઇ રહેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, દ્રોણેશ્વરના પરિસરમાં આવેલ મારુતિધામમાં બિરાજીત શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આમ્રકૂટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજની આરતિ ઉતારી દર્શન ખુલ્લા મુક્યા હતા.
આ આમ્રકૂટોત્સવમાં છેક ઉના, દુધાળા ગીર, વિરપુર (ગઢિયા),  ફાટસર, ઇંટવાયા, દ્રોણ, ખીલાવડ, હરમડીયા, જામવાળા, ઉમેદગઢ, ભાચા, જરગલી, ઝુડવડલી, વડવીયાળા વગેરે ગામોના હરિભક્તોએ 6000 કિલો ઉપરાંત કેરીઓ શ્રી હનુમાનજી મહારાજને આમ્રકૂટોત્સવમાં અર્પણ કરી હતી. આ તમામ કેરીનો પ્રસાદ હરિભક્તો તથા ગરીબોને વહેચવામાં આવી હતી.
આ પ્રસંગે વિશાળ સભાને સંબોધન કરતા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી હનુમાનજી મહારાજનું જીવન સારાએ ભારતવર્ષમાં સમાજ માટે આદર્શ અને અનુકરણીય રહ્યુ છે.
જીવનને સાચા અર્થમાં સફળ કરવા માટે શક્તિ, ભક્તિ અને સમજણની ભારે જરુર પડે છે. શ્રી હનુમાનજી મહારાજના જીવનમાંથી આ ત્રણે વસ્તુઓ સહજ પ્રાપ્ત થાય છે. જીવનને સત્યમ્, શિવમ્, સુંદરમ્ બનાવવા માટે શ્રી હનુમાનજીના જીવન કાર્યો જાણવા અત્યંત જરુરી છે.
Picture Gallery
 

 

Achieved

Category

Tags