યુગાંડા સંસદભવનની મુલાકાત
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સનાતન સંસ્કૃતિને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના દૃઢ સંકલ્પ સાથે સતત વિચરણ કરતા રહે છે. તાજેતરમાં આફ્રિકાની સત્સંગયાત્રા દરમિયાન સ્વામીજી યુગાન્ડાની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં તેમણે યુગાન્ડાના ડેપ્યુટી સ્પીકર ડૉ. થોમસ તૈયબ્વા સાથે મુલાકાત કરી હતી.
યુગાન્ડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. આ પ્રવાસ દરમિયાન પૂજ્ય સ્વામીજીએ યુગાન્ડા સરકારના ડેપ્યુટી સ્પીકર ડૉ. થોમસ તૈયબ્વાના વિશેષ આમંત્રણથી તા. ૧૬ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ દેશની રાજધાની કંપાલા ખાતે આવેલ સંસદ ભવનની ખાસ મુલાકાત લીધી હતી.
સંસદ ભવન ખાતે સ્પીકર ડૉ. થોમસ અને સહયોગી સાંસદોએ પૂજ્ય સ્વામીજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. યુગાન્ડાના સાંસદો અને સરકારના પ્રતિનિધિ ડૉ. થોમસ સાથે સ્વામીજીએ પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધતિ દ્વારા કઈ રીતે આવનારી પેઢીને વધુ સ્વાભિમાની, સશક્ત, સંસ્કારી બનાવી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે તૈયાર કરી શકાય એ વિષય ઉપર ચર્ચા કરી હતી.
રાજસત્તા અને ધર્મસત્તાની આ મુલાકાત ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે આધ્યાત્મિકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો સેતુ નિર્માણ કરશે.



