Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pujya Jogi Swamiji : 14th Punya Tithi – 2025

પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની 14મી પુણ્યતિથિ

પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ શ્રી જોગી સ્વામીજીની 14મી પુણ્યતિથિ તથા તથા કોઠારી શ્રી હરિજીવનદાસજી સ્વામીની ૧૧મી પુણ્યતિથિ પ્રસંગે, પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા. પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVPની શાખા સંસ્થાઓ અને કેન્દ્રોમાં વિવિધ ધાર્મિક, સામાજિક આયોજનો સાથે ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રાવણ વદ ૧૪ તા. ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ SGVP, હૃદય કુટીર ખાતે સંતો, હરિભક્તો સાથે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પૂજન કર્યું હતું. પૂજન બાદ બે કલાક અખંડ ધૂન અને ગુણાનુવાદ સભાનું આયોજન થયું હતું.

SGVP ગુરુકુલ રીબડા-રાજકોટ ખાતે પવિત્ર શ્રાવણમાસ દરમ્યાન તથા પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ શ્રી જોગી સ્વામીજીની ૧૪મી પુણ્યતિથિ તથા તથા કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામીની ૧૧મી પુણ્યતિથિ પ્રસંગે, ધાર્મિક શિવ મંદિર ઘેલા સોમનાથ ખાતે તથા SGVP ખાતે ભૂદેવોની બ્રહ્મચોર્યાશીનું આયોજન કરવામાં આવ્યું.

SGVP ગુરુકુલ રીબડાના સંચાલક પરમ પૂજ્ય શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના નેતૃત્વમાં, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગુંદાસરા, રીબ, મૂંગા વાવડી, ઢોલરા, માખવડ, રાવકી, વાવડી, મવડી, ખોરાણા, નાના મહિકા વગેરે રાજકોટની આસપાસના દરેક ગામોમાંથી દરરોજ એક ગામમાં સમૂહ મહાપૂજા, રુદ્રાભિષેક, પક્ષીઓને ચણ તથા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બધા ગામોમાં થઈને ૫૦૦૦ જેટલા બાળકોને બટુકભોજન કરાવવામાં આવ્યું હતું.

આસપાસના ગામોમાંથી તેમજ, ધાર્મિક શિવ મંદિર ઘેલા સોમનાથ ખાતે ૫૦૦ ભૂદેવો તથા ગોંડલ, રાજકોટ શહેરમાંથી ૨૨૫ ઉપરાત બ્રાહ્મણો SGVP ખાતે બ્રહ્મ ચોર્યાસીમાં ઉપસ્થિત રહ્યા.

બ્રહ્મ ચોર્યાસીમાં પધારેલ ૨૨૫ ઉપરાંત બ્રાહ્મણોને વસ્તુભેટ તરીકે સ્ટીલની પેટી, વસ્ત્ર, રોકડ દક્ષિણા અને મિષ્ટ ભોજન દ્વારા રાજી કર્યા હતા.

આ પ્રસંગે ગુરુકુલના ટ્રસ્ટીશ્રીઓ – શ્રી નવીનભાઈ દવે (મુંબઈ), શ્રી મધુભાઈ દોંગા (રાજકોટ), શ્રી વિપુલભાઈ ગજેરા (અંકલેશ્વર), તથા શ્રી માધવજીભાઈ નાદપરા, પરસોતમભાઈ બોડા વગેરે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદમાં જણાવ્યું હતું કે “બ્રાહ્મણોના પૂર્વજોએ હિંદુ ધર્મ અને શાસ્ત્રોની અવિરત રક્ષા કરી છે. તેમની આ સેવા અને સમર્પણને કારણે જ આજે હિંદુ સંસ્કૃતિ અખંડિત રહ્યો છે.” ભગવાન શ્રી સ્વામિનારાયણને પણ બ્રાહ્મણો ખૂબ જ પ્રિય હતા અને એમણે પણ અનેક વખત બ્રહ્મ ચોર્યાસી કરીને ભૂદેવોને તૃપ્ત કર્યા હતા.

આ પ્રસંગે ગુંદાસરા તથા રાવકી ગામના ભક્તોએ ભૂદેવો માટે ચૂરમાના લાડુ તથા જલેબી વગેરે વાનગી બનાવીને રસોડાની જવાબદારી સંભાળી હતી.

ગુરુકુલ દ્રોણેશ્વર, સવાનાહ ખાતે પણ પુણ્યતિથિ પ્રસંગે ધૂન-ભજન તથા ગુણાનુવાદ સભાનું આયોજન થયું હતું.

સુરત ખાતે સંતોની ઉપસ્થિતિમાં તા. ૨૩ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Achieved

Category

Tags