વિમાન દુર્ઘટનામાં દિવંગતો પ્રત્યે SGVP ગુરુકુલ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલી પ્રાર્થના
SGVP ગુરુકુલ પરિવારના અધ્યક્ષ પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ તાજેતરમાં અમદાવાદ ખાતે તા. ૧૨ જૂન ૨૦૨૫ ના રોજ સર્જાયેલ દુઃખદ વિમાન દુર્ઘટના પ્રત્યે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમની પ્રેરણાથી પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલ મેમનગર ખાતે સારવાર હેઠળ રહેલા ઘાયલ લોકો માટે તાત્કાલિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને ૧૨૫ બોટલ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.
વિશેષમાં SGVP ગુરુકુલ અને તમામ શાખા અને કેન્દ્રોમાં પણ આ દુર્ઘટનામાં દિવંગત આત્માઓ પ્રત્યે શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે અને ઘાયલ વ્યક્તિઓ જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના રૂપે ધૂન કરવામાં આવી હતી. પ્રાર્થનાસભામાં યુ.કે.માં સત્સંગ વિચરણ કરી રહેલા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ શોક સંદેશો પાઠવી દિવંગતોના પરિવારજનોએ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
સંતો સાથે વિદ્યાર્થીઓ, ઋષિકુમારો અને હરિભક્તો આ પ્રાર્થનામાં જોડાયા હતા.



