Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Prayer for Pahelgam victims 24 Apr 2025

SGVP ગુરુકુલ પરિવાર દ્વારા પહેલગામ આતંકી હુમલામાં દિવંગત થયેલા આત્માઓ અને તેમના પરિવારજનો સાથે સંવેદના, સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી હતી. તા. 24 એપ્રિલ, 2025 ના રોજ બાપુનગર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓની શાંતિ માટે અને ઘાયલ થયેલા પીડિતોના શીઘ્ર સ્વાસ્થ્ય માટે ભગવાનના નામ-મંત્રની ધૂન કરવામાં આવી હતી. સભામાં પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી અને અન્ય મહાનુભાવોએ આવા કાયરતાપૂર્ણ આતંકી કૃત્યને વખોડી કાઢી જણાવ્યુ હતું કે ગુનેગારોને સબક શીખવાડવામાં સમગ્ર દેશ સરકાર અને સેનાની સાથે છે.

પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પણ અમેરિકા સત્સંગ વિચરણ દરમ્યાન ભારે દુઃખ સાથે દિવંગત થયેલા આત્માઓ અને તેમના પરિવારજનો સાથે સંવેદના વ્યક્ત કરી હતી.

SGVP ખાતે વિદ્યાર્થીઓએ કેંડલ માર્ચ સાથે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

Condolences from the SGVP Gurukul Family

The SGVP Gurukul family expresses its heartfelt condolences and deepest sympathies to the souls of those who lost their lives in the tragic terrorist attack in Pahalgam, and to their grieving families.

On April 24, 2025, a special prayer assembly was organized at Bapunagar in the divine presence of His Holiness Sadguru Purani Shree Balakrishnadasji Swami. During this solemn gathering, devotees performed Dhoon, praying for eternal peace for the departed souls and for the swift and full recovery of the injured victims.

Addressing the assembly, Pujya Balakrishnadasji Swami, along with other respected dignitaries, strongly condemned this cowardly act of terrorism. They emphasized that such inhumane actions will never break the spirit of unity and resilience of the nation. The gathering also affirmed unwavering support to the government and armed forces in their efforts to bring justice to those responsible.

His Holiness Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami, currently leading a Satsang-Yatra in America, also conveyed his profound grief and condolences to the bereaved families and offered prayers for the departed souls.

At SGVP, students paid tribute to the departed with a candle march.

Achieved

Category

Tags