દશાબ્દિ મહોત્સવ, ખડખડ ૧૧-૧૩ મે ૨૦૧૬
Posted by news on Friday, 13 May 2016શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના કૃપાપાત્ર અને જમણા હાથ સમાન, વાત્સલ્ય મૂર્તિ, પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની જન્મભૂમિ અમરેલી જિલ્લાના ખડખડ ગામે આજથી દસ વર્ષ પૂર્વે નૂતન હરિમંદિર તૈયાર થયેલ. તે મંદિરના દશાબ્દિ વર્ષમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામિની પ્રેરણા તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ૧૧-૧૩ મે ૨૦૧૬ દરમ્યાન ત્રિદિનાત્મક દશાબ્દિ મહોત્સવ ઉજવાયો હતો.