કેન્યાના અંતરિયાળ ગામડાંઓમાં જ્યાં બાળકો ક્યારેક લાકડાની દિવાલો અને સિમેન્ટની ખાલી થેલીઓ પર ભણતા હતા — ત્યાં આજે ઊભી થઈ છે નવી, સુંદર અને આધુનિક શાળાઓ.
આ પરિવર્તન શક્ય બન્યું છે કચ્છ-સામત્રા હિન્દુ કોમ્યુનિટીના અદભુત સેવા પ્રયોગથી.
સામત્રા કોમ્યુનિટીએ સંકલ્પ કર્યો છે કે તેઓ કેન્યાના ગરીબ વિસ્તારોમાં 50 શાળાઓનું નિર્માણ કરશે.
જેમાં થી અત્યાર સુધીમાં 29 શાળાઓનું બાંધકામ પૂર્ણ થયું છે.
આ મહાન કાર્યનું લોકાર્પણ એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનાં શુભ હસ્તે થયું.
આ પ્રસંગે દાતાશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ અને ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામીશ્રીએ જણાવ્યું —
“જૂની શાળાની સામે આ નવી શાળા ધરતી ઉપરનો સ્વર્ગ છે.
હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બન્ને સેવાપ્રધાન છે —
અને માનવતાની નિષ્કપટ સેવા એ જ સાચો ધર્મ છે.”
આ ડોક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે કચ્છ-સામત્રા કોમ્યુનિટી,
કે. વરસાણી પરિવાર અને અન્ય અગ્રણીઓની પ્રેરણાથી શિક્ષણના પ્રકાશથી કેન્યાના ગામડાંઓનું ભવિષ્ય ઉજળું બની રહ્યું છે.
સેવા, શિક્ષણ અને સંસ્કાર — એ જ માનવતાનું સાચું સ્વરૂપ છે.



