૪૯મો જ્ઞાનસત્ર
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતમાં તા. ૨૫ થી ૩૧ જુલાઈ, ૨૦૨૫ – શ્રાવણ સુદ ૧ થી ૭ દરમ્યાન ગુરુકુળ મેમણગાર ખાતે ૪૯માં જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
૪૯માં જ્ઞાનસત્રના ઉપલક્ષ્યમાં તા. ૨૩ થી ૨૫ જુલાઈ દરમ્યાન ૪૯ કલાકના અખંડ જપયજ્ઞમાં સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ, વડતાલધામ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપક્રમે આયોજિત ૪૯માં જ્ઞાનસત્ર અંતર્ગત મુખ્ય કાર્યક્રમો…
કથા : શ્રીમદ્ સત્સંગીજીવન
મુખ્ય વક્તા: પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી
સહ-વક્તા: શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામી
૪૯ કલાક અખંડ જપયજ્ઞ.
ગૌરી પૂજન : સ્કૂલ- હાઈસ્કૂલથી લઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ- ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરતી જરૂરિયાતમંદ બાલિકાઓને શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી.
શિક્ષાપત્રી સત્ર : શ્રીજી મહારાજ લિખિત શિક્ષાપત્રીના ૨૦૦મી જયંતિ વર્ષ નિમિત્તે આયોજિત આ શિક્ષાપત્રી સત્રમાં સાહિત્ય જગતના અગ્રગણ્ય સાક્ષરો અને વિદ્વાન સંતોએ શિક્ષાપત્રીની વિશેષતાઓ અને વિવિધતાઓ વિષે માનનીય પ્રવચનો રજૂ કર્યા હતા.
આશીર્વાદ સત્ર : વિદ્યાદાન તિથિઓના યજમાનશ્રીઓ તથા ગુરુકુલના તપસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી સદ્ગુરુ સંતોએ સેવા-ભક્તિમય અને સમૃધ્ધ જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
તથા રક્તદાન કેમ્પ, મહિલા મંચ, ઠાકરથાળી, સત્સંગ ડાયરો.



