Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Celebration of World Yoga Day – 21 June 2025

પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણ અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતમાં, વિશ્વ યોગ દિવસ પ્રસંગે તા. ૨૧ જૂન ૨૦૨૫ ના રોજ SGVP અમદાવાદ ખાતે સંતો, ઋષિકુમારો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અષ્ટાંગ યોગ (યોગના આઠ અંગ – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ) થીમ ઉપર સમૂહમાં પ્રાણાયામ અને યોગાસનો કર્યા હતા.

પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ યોગ દર્શનના પ્રવર્તક શ્રી પતંજલિ ઋષિનું પૂજન કર્યું હતું અને સ્વસ્થ તથા દીર્ઘાયુ જીવન માટે ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગ પ્રત્યે વિશ્વમાં જાગૃતિ આવે તે માટે ભારતના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નોથી શરૂ થયેલ વિશ્વ યોગ દિવસનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.

ઉપરાંત, અમદાવાદ જિલ્લા સ્તરે વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ SGVP અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનોએ ભાગ લીધો હતો.

Achieved

Category

Tags