ભજન પર્વ, ગુરુકુલ મેમનગર
આગામી સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં, ગુરુકુળ મેમનગર ખાતે તા. ૪ થી ૮ જૂન, ૨૦૨૫દરમ્યાન પંચદિનાત્મક ભજન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીહરિ જયંતિ, શ્રી હરિ અંતર્ધાન તિથિ અને ભીમ એકાદશીના પવિત્ર દિવસોમાં આયોજિત આ ભજન પર્વનો પ્રારંભ શ્રી હરિજયંતિના દિવસે શ્રી ઘનશ્યામ મહારાજના રાજોપચાર પૂજન અને શ્રી નીલકંઠ વર્ણી દુગ્ધાભિષેકથી કરવામાં આવ્યો હતો. સાંજે ૬:૦૦ કલાકે સમૂહમાં વંદુના પદોનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.
તા.૫ જૂન ૨૦૨૫, જેઠ સુદ દશમને દિવસે, સાંજે ૬:૦૦ કલાકે શ્રી હરિના અંતર્ધાન લીલાના કિર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ અંતર્ધાન લીલાના પ્રસંગનું વર્ણન કર્યું હતું.
તા. ૬ જૂન, ૨૦૨૫ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે કીર્તન ભક્તિ અને સ્વામિનારાયણ મહામંત્રનું સમૂહ અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.
તા. ૭ જૂન ૨૦૨૫, ભીમ એકાદશીના પાવન દિવસે સાંજે ૬:૦૦ કલાકે સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તો વિશેષધૂન માં જોડાયા હતા.
તા. ૮ જૂન, ૨૦૨૫ પૂર્ણાહુતિના દિવસે સમૂહ મંત્રલેખન સાથે શ્રી ઘનશ્યામ મહારાજનો ચંદન અને કેસરજળથી અભિષેક કરવામાં આવ્યો હતો.
પૂજ્ય સ્વામીએ વિદેશ સત્સંગ પ્રચાર દરમ્યાન ઑડિયો-વિડીયો માધ્યમથી આશીર્વાદ પાઠવી આ ભજનપર્વમાં ભાગ લેનાર સર્વે ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.



