અન્નકૂટ પ્રસાદ વિતરણ
શરદ પૂર્ણિમા તા. ૧૭ ઑક્ટોબર, ૨૦૨૪ના રોજ, SGVP ગુરુકુલમાં સંત નિવાસ (સહજાનંદમ્)માં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ૨૩માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજના અભિષેક બાદ ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવી પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી.
આફ્રિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા પૂજ્ય સ્વામીજીએ ટેલિફોનિક માધ્યમથી આશીર્વચન પાઠવ્યા હતા.
પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી અન્નકૂટનો તમામ પ્રસાદ શાળાઓમાં અને મજૂરવર્ગમાં વિતરણ કરવામાં આવ્યો હતો.



