હરિદ્વારમાં 52મી અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સનાતન વૈદિક પરંપરા, ઉપાસના અને દાર્શનિક વિશિષ્ટતાઓનું વિદ્વત્તાપૂર્ણ પ્રતિપાદન.॥
હરિદ્વાર સ્થિત પતંજલિ વિશ્વવિદ્યાલય તથા કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભારતીય વિદ્વત્ પરિષદ (BVP)ની 52મી અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ના આશીર્વાદ સાથે તથા શ્રી SGVPના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ના અધ્યક્ષ સ્થાને તથા સત્ર સંયોજક વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરના ચેરમેન વિદ્વાન શાસ્ત્રી સ્વામી ડૉ. સંતવલ્લભદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવશાળી ઇતિહાસ, વૈદિક પરંપરા, તત્ત્વજ્ઞાન અને વિશિષ્ટ આધ્યાત્મિક યોગદાનને ઉજાગર કરતું વિશેષ સત્ર યોજાયું હતું.
આ પ્રસંગે હરિદ્વારના શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી , વડતાલ પાઠશાળાના સંચાલક સ્વામી હરિઓમપ્રકાશદાસજી ,
કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. શ્રીનિવાસ વરખેડીજી, પ્રો. એ. એસ. આરાવમુદન (LBS University), પ્રો. વાય. એસ. રમેશ (પૂર્વ નિયામક, CSU જયપુર), પ્રો. અંબિકાદત્ત શાસ્ત્રી, પ્રો. સુકાંત સેનાપતિજી (પૂર્વ કુલપતિ, SSSU વેરાવળ), પ્રો. નરેન્દ્ર પંડ્યાજી (કુલપતિ, SSSU વેરાવળ), તથા દર્શનમ્ સંસ્કૃત સંસ્થાનના અધ્યક્ષ બી. વી. રામપ્રિયજી તથા સહિત અનેક સંતો અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.સત્રનો વિષય પરિચય જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન ડૉ. બળવંતભાઈ જાની એ કરાવ્યો હતો. ત્યારબાદ સંપ્રદાયના વિદ્વાન સંતો શાસ્ત્રી ભાનુપ્રકાશદાસજી (પોરબંદર), શાસ્ત્રી સ્વામી યોગેશ્વરદાસજી (સરધાર) તથા શાસ્ત્રી સ્વામી સ્વરૂપદાસજી (રાજકોટ ગુરુકુળ)વગેરે એ સનાતન ધર્મ અને મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ આધ્યાત્મિક, દાર્શનિક અને શાસ્ત્રીય પાસાઓ પર ઊંડાણપૂર્વક વિદ્વત્તાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં. તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની વૈદિક-સનાતન ધર્મપરંપરાના સંવર્ધનમાં આપેલી અદ્વિતીય યોગદાન તેમજ મૂળ સંપ્રદાયની વિશિષ્ટ ઉપાસના, સિદ્ધાંતો, શાસ્ત્રીય પરંપરા અને સંતસંસ્કૃતિ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
સચીન શર્માજી એ સભા સંચાલન કર્યું હતું
યોગઋષિ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ તથા શ્રદ્ધેય આચાર્ય બાલકૃષ્ણજીના માર્ગદર્શન અને પ્રેરણાથી આ ભવ્ય બાવનમી પરિષદનું આયોજન થયું હતું



