Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

શ્રીનાથ પીઠના મહંત પરમ પૂજ્ય 1008 શ્રી જિતેન્દ્રનાથજી મહારાજ મુલાકાત SGVP

શ્રીનાથ પીઠના મહંત પરમ પૂજ્ય 1008 શ્રી જિતેન્દ્રનાથજી મહારાજ (દેવનાથ મઠ, અંજન-અમરાવતી મહારાષ્ટ્ર) તા. 16 નવેમ્બર 2025ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ ખાતે સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને ખાસ મળવા SGVP પધાર્યા હતા.
સમસ્ત ભારતવર્ષમાં નાથપંથ અત્યંત પ્રસિદ્ધ છે. નાથપંથની ત્રણ ધારાઓ છે. વૈષ્ણવી નાથ પરંપરા, શૈવી નાથ પરંપરા અને બ્રાહ્મી નાથ પરંપરા. ભગવાન દત્તાત્રેયમાં ત્રણેય પરંપરાનો સંગમ થયેલો છે. પૂજ્ય મહારાજશ્રી આ ત્રિધારા નાથ પરંપરાના અગ્રણી મહંત છે. વધુમાં, તેઓ શ્રીવૈષ્ણવનાથ પરંપરાના પરમ ઉપાસક છે. વિશ્વમાંગલ્ય ટ્રસ્ટ દ્વારા તેઓ મોટા પ્રમાણમાં વિવિધ સામાજિક સેવાપ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને સતત રાષ્ટ્રસેવામાં જોડાયેલા રહે છે. તેઓના અનુયાયીઓ લાખોની સંખ્યામાં છે.
પૂજ્ય સ્વામીજી સાથે રહી તેઓએ સમગ્ર SGVP કેમ્પસનું દર્શન કર્યું હતું અને સંસ્થા દ્વારા થઈ રહેલી શૈક્ષણિક અને સામાજિક સેવાઓ નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. એમાં પણ કેમ્પસમાં રહીને અભ્યાસ કરનારા દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના ઋષિકુમારો સાથે સંવાદ કરી તેઓ અતિ પ્રસન્ન થયા હતા અને જણાવ્યું હતું કે, “ આ SGVP સંસ્થાન મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે અને અનેક ગુરુકુળ તેમજ પોતાની સેવાકીય અને સામાજિક પ્રવૃતિ દ્વારા દ્વારા સનાતન વૈદિક હિન્દુ ધર્મની સેવા કરી રહી છે.”
મહારાજશ્રીની સાથે તેઓશ્રીના અનેક અનુયાયીઓ, TV 9 NEWS ( ગુજરાતી ) ના ચેનલ હેડ શ્રી કલ્પકભાઈ કેકરે તથા રણનીતિ મીડિયાના શ્રી શૈલેષભાઈ સાવલિયાએ બધી વ્યવસ્થા સંભાળી હતી.

Achieved

Category

Tags