Yatiraj Sampatkumat Vijay Rath – 2017
On the occasion to 1000th anniversary of Shreemad Ramanujacharya, a grand celebration SHREE RAMANUJ SAHASRAMANOTSAV is going to organized at Melkote, Mysore in the state of Karanataka during April 01 to May 01, 2017.
Under the banner of this divine SHREE RAMANUJ SAHASRAMANOTSAV, a Yatiraj-Sampathkumar vijayratha is moving across the country. In this route, after visiting Mumbai, Surat, Bhuj, this Vijya chariot reached at Ahmedabad and on the behalf of entire Gurukul Parivar, Pujya Balkrishadasji Swami welcomed and worshiped Vijay Rath, Shree Sampatkumar Bhagawan and Shree ramanujacharya. During 23-24 Feb 2017 Saints and devotees observed the Swagat, Shayanotsav, Mangal Darshan, Abhishek, Hindola Uatsav and Rajopachar ritual of Shree Sampatkumar and Yatiraj Shree Ramanujacharya in very devotional fervor.
૧૦૮ વૈષ્ણવ દિવ્ય દેશોમાં યાદવગીરિ યાને મેલકોટ અત્યંત પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે. દક્ષિણ ભારતના ચાર વૈષ્ણવ ક્ષેત્ર છે. ૧.શ્રીરંગમ્, ૨.તિરુપતિ બાલાજી, ૩.કાંચીપુરમ્. અને ૪. મેલકોટ (યાદવગિરી). રામાનુજાચાર્ય આ તીર્થમાં ૧૬ વર્ષ રહ્યા છે ને આ તીર્થનો પુનરુદ્ધાર કરેલ છે.
આ મેલકોટ તીર્થ મૈસુરથી ૩૦ કિલોમીટર દૂર છે. મેલકોટમાં સંપત્કુમાર નારાયણનું વિશાળ અને ભવ્ય મંદિર આવેલ છે. ખરેખર તો સંપત્કુમારભગવાનની મૂર્તિ એ મેલકોટ ખાતે રામાનુજાચાર્યે સ્થાપન કરેલ ભગવાન નારાયમણની મૂર્તિ છે. મંદિરની બાજુમાં પર્વત ઉપર યોગ નૃસિંહ ભગવાનનું અતિ પ્રાચીન મંદિર આવેલ છે. નજીકમાં જ શ્રી જ્ઞાનાશ્વત્થ, પંચભાગવત ક્ષેત્ર, વારાહ ક્ષેત્ર તથા અષ્ટ તીર્થ વગેરે તીર્થો અાવેલ છે.
મંદિરની સમીપમાં પંચતરણી સરોવર અને પરિધાનશીલા છે. જ્યાં ભગવાન દત્તાત્રેયે સન્યાસ લીધો હતો. આ શિલા ઉપર રામાનુજાચાર્યે ભગવા વસ્ત્ર તથા દંડ રાખીને ફરીવાર દિક્ષા ગ્રહણ કરી હતી. આજે પણ ઘણા સંન્યાસીઓ આ જ પત્થર ઉપર કાષાય વસ્ત્ર અને દંડ મૂકીને દિક્ષા ગ્રહણ કરે છે.
કહેવાય છે કે શ્રી રામાનુજાચાર્ય પોતાના પ્રવાસ દરમ્યાન મેલકોટ પધારતા, ભગવાન નારાયણે સ્વપ્નમાં દર્શન આપીને નિર્દિષ્ટ જગ્યા બતાવીને ખોદવાનું કહેતા નારાયણની મૂર્તિ પ્રાપ્ત થઇ અને ત્યાં જ મોટુ મંદિર બનાવીને નારાયણની મૂર્તિ સંપત્કુમાર ભગવાનના નામથી પ્રસ્થાપિત કરી. આજ સ્થળે પ્રાચીનમાં મંદિર હતું
કોઇ મુસ્લિમ રાજાએ મંદિર તોડી ભગવાનની ઉત્સવમૂર્તિ દિલ્હી લઇ આવેલ. આ મૂર્તિને બાદશાહની દિકરી ઢીંગલી માનીને રમતી. રામાનુજાચાર્યને સ્વપ્નમાં જાણ થઇ કે તે મૂર્તિ તો દિલ્હીમાં છે. આચાર્યશ્રીએ બાદશાહને વિનંતી કરી, બાદશાહએ કહેલ કે તમારી મૂર્તિ હોય તો રુબરુ આવીને લઇ જાવ. આચાર્ય રામાનુજાચાર્ય ત્યાં ગયા, બાદશાહએ કહ્યું કે તમારી મૂર્તિ હોય તો તમે તેને બોલાવો. મૂર્તિ તમારી પાસે સામેથી આવે તો તમારી.
તરતજ રામાનુજાચાર્યે ભગવાનનું ધ્યાન ધર્યુ ત્યાં તો મૂર્તિ ગોઠણભેર બાલકની જેમ દોડતી દોડતી રામાનુજાચાર્યના ખોળામાં બેસી ગઈ. ત્યારથી આચાર્યશ્રીએ આ મૂર્તિનું નામ ઉત્સવ મૂર્તિ યાને યતિરાજ સંપત્કુમાર રાખ્યું. યતિરાજ એટલે રામાનુજાચાર્ય.
રામાનુજાચાર્યને ૧૦૦૦ વર્ષ પુરા થાય છે ત્યારે મેલકોટ ખાતે આગામી ૨૧ એપ્રીલથી ૧ મે દરમ્યાન તેની ભવ્ય ઉજવણી થવાની છે તેના ઉપક્રમે ઉપરોકત આ યતિરાજ સંપત્કુમાર ભગવાનનાે રથ ભારતભરમાં અને ખાસ કરીને મુંબઇ, સુરત, ભૂજ, માંડવી, માધાપર, સામત્રા, વગેરે સ્થળે ફરતા ફરતા અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિસરમાં પધારતા તેમનું બેન્ડ વાજા સહિત પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી હહિસ્વરુપદાસજી સ્વામી તથા વિદ્યાર્થીઓએ પુર્ણ કુંભ સહિત ભવ્ય સ્વાગત કર્યું હતું.
સ્વાગત બાદ રાતે શયનોત્સવ, વહેલી સવારે મંગળા ઉત્સવ, અભિષેક, રાજોપચાર પૂજન તથા હિંડાળા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. રથ સાથે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી, આનંદજી, શલ્વરાજ, દર્શનકુમાર અને સંપતકુમાર જોડાયા છે. અહીંથી રથ કોટા જતા સંતોએ યતિરાજ સંપતકુમારના રથને વિદાય આપી હતી. સંપતકુમાર ભગવાનને હરિભકતો તરફથી ૧૦૦૦૦ અેક લાખ રુપિયાની ભેટ અર્પણ કરેલ.