વિશ્વ યોગ દિન પર્વની ઉજવણી
વિશ્વ યોગ દિન પર્વ ૨૧ જૂન, ૨૦૨૪ – સમગ્ર વિશ્વમાં ભારતીય ઋષિ સંસ્કૃતિના એક મહત્ત્વની યોગ પરંપરા પ્રત્યે જાગૃતિ અને તેના અનુપાલન માટે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના પ્રચાર – પસાર માટે સતત કાર્યરત પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે, SGVP અમદાવાદ અને તેના શાખા ગુરુકુલો અને કેન્દ્રોમાં પણ સંતો સાથે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ભક્તજનોએ યોગાસનો, પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.
SGVP અમદાવાદ ખાતે સંતો સાથે ઋષિકુમારોએ યોગાસનો કર્યા હતા.
દ્રોણેશ્વર, રીબડા (રાજકોટ), સવાનાહ (જ્યોર્જિયા, USA) વગેરે શાખા સ્થાનોમાં પણ ખાતે સંતો સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા.