Photo Gallery
વિશ્વ યોગ દિન પર્વ ૨૧ જૂન, ૨૦૨૩ – સમગ્ર વિશ્વમાં ભારતીય ઋષિ સંસ્કૃતિના એક મહત્ત્વની યોગ પરંપરા પ્રત્યે જાગૃતિ અને તેના અનુપાલન માટે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના પ્રચાર – પસાર માટે સતત કાર્યરત પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP અમદાવાદ અને તેના શાખા ગુરકુલો અને કેન્દ્રોમાં પણ સંતો સાથે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ભક્તજનોએ યોગાસનો, પ્રાણાયામ કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.
SGVP અમદાવાદ ખાતે સંતો સાથે ઋષિકુમારોએ યોગાસનો કર્યા હતા.
એસજીવીપી ઇન્ટરનેશનલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હૃદય કુટીર ખાતે યોગાસનો કર્યા હતા.
એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલના KGના નાના નાના બાળકોને પણ શિક્ષકોએ યોગાસનનું મહત્ત્વ સમજાવ્યુ હતું.
રીબડા (રાજકોટ) ખાતે સંતો સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ યોગાસન અને પ્રાણાયામ કર્યા હતા.
પૂજ્ય સ્વામીજી સાથે UK સત્સંગ યાત્રામાં વિચરણ કરી રહેલા સંતો અને હરિભક્તોએ પણ યોગાસન – પ્રાણાયામ કર્યા હતા. મેમનગર, દ્રોણેશ્વર, સવાનાહ (જ્યોર્જિયા, USA) વગેરે શાખા સ્થાનોમાં પણ યોગાસન પ્રાણાયામ સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.