Photo Gallery
કોઈ પણ સ્થાનિક પર્યાવરણમાં રહેલા જંતુઓથી માંડીને પશુ, પક્ષીઓ, વૃક્ષો, વનરાજી, વગેરે તે તે પર્યાવરણના એક ભાગ રૂપે પૂરક સભ્ય બનીને પર્યાવરણની જાળવણીમાં મોટો ભાગ ભજવતા હોય છે.તેમાં એકાદ ભાગમાં થયેલ ફેરફાર સમગ્ર પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.
માનવજાત દ્વારા થઈ રહેલ અવિચારી પ્રવૃતિઓને કારણે ઘણા સજીવો નિકંદનને આરે પહોંચતા પર્યાવરણની જોખમી અસરોથી અત્યારે સમગ્ર વિશ્વ એક યા બીજા પ્રકારે સહન કરી રહ્યું છે. પરોપજીવી જીવાતોની સફાઈ કરતી ચકલીઓની આબાદી ઘટતા, તેની જાળવણી માટે જાગરુકતા વધે તે માટે ૨૦ માર્ચનો દિવસ ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, દ્રોણેશ્વરના શિક્ષકોના સહકારથી બાળકો-બાલિકાઓને વિશ્વ ચકલી દિવસ અને પર્યાવરણનું મહત્વ સમજાવી પોતાના ઘરની આજુબાજુના વિસ્તારમાં ચકલીઓને માળાની અને દાણા પાણીની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો કરવા જાગરુકતા આપવામાં આવી હતી. આ માટે ગુરુકુલના દરેક બાળકોને ચકલીના માળા ભેટ આપવામાં આવ્યા હતા.