જ્યોર્જિયા એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત
/*! elementor – v3.20.0 – 13-03-2024 */
.elementor-widget-image{text-align:center}.elementor-widget-image a{display:inline-block}.elementor-widget-image a img[src$=”.svg”]{width:48px}.elementor-widget-image img{vertical-align:middle;display:inline-block}
ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થીઓ અને અન્ય હરિભકતોના આગ્રહને માન આપી ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સત્સંગ પ્રચારાર્થે સંત મંડળ સાથે અમેરિકા પધારતા અમેરિકાના સવાનાહ, જ્યોર્જિયા એરપોર્ટ ઉપર હરિભકતોએ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સાથે જનારા સંતોનું જ્યોર્જિયા એરપોર્ટ પર ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
Satsang Sabha – New York 2024
સત્સંગ સભા – ન્યુ યોર્ક 2024
અમેરિકાની યાત્રા દરમિયાન પૂજ્ય સ્વામીજી ન્યુયોર્ક સ્ટેટ પધાર્યા હતા. અહીં શ્રી સૌમિકભાઈ પટેલ (શનિ) એસ્પ્રિન કંપનીવાળા વગેરે મિત્રોએ યોજેલી સત્સંગ સભામાં પૂજ્ય સ્વામીજીએ ભક્તો સાથે હિન્દુ ધર્મ વિશે વિશદ ચર્ચા કરી હતી.
પૂજ્ય સ્વામીજીએ ભક્તોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આપણો પુરાતનીય હિન્દુ ધર્મ આજના જ્ઞાન-વિજ્ઞાનથી ભરપૂર છે. જ્યાં આજનું વિજ્ઞાન અટકે છે ત્યાંથી આપણા શાસ્ત્રો પ્રારંભ કરે છે. વેદ-પુરાણો અનેક રહસ્યોથી ભરેલા છે. જેને સમજવા આજની ભૌતિક વિદ્યાની સાથે અધ્યાત્મવિદ્યાની પણ જરૂર પડે છે.