Photo Gallery
વિરાટ કૃષિ સંમેલન – ગુરુકુલ દ્રોણેશ્વર ૧૮ ડિસેમ્બર ૨૦૧૯
પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ અંગે જાગૃતિ આણવાના પ્રયાસ રૂપે ગુરુકુલ દ્રોણેશ્વરમાં ગુજરાત ગવર્નર આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, તા. 28 ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ વિરાટ કૃષિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં ખેતી અને પર્યાવરણ સંરક્ષણ માટે ગુરુકુલની બહુવિધ સેવા પ્રવૃતિઓની માહિતી આપતા જણાવ્યુ હતુ કે ખેડૂતોની સંકલ્પ શક્તિ વધે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, ગૌમાતા, ગૌમુત્ર, ગોબર અને દૂધનો મહિમા સમજે એ ઉદેશ્યથી આ ખેડૂત સંમેલન યોજાયું છે.
આ પ્રસંગે રાજયપાલશ્રીએ જણાવાયું હતું કે આ ધરતી દેવ ભૂમિ છે. આ ધરતી પર પગ મૂકતા અત્યંત આનંદ થાય છે.શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા લોકોના કલ્યાણ માટે હજારો ચેક ડેમ બનાવી ગુજરાતની ધરતીને હરિયાળી બનાવી છે.
કન્યાઓ કોઈ વિભાગમાં પાછળ ના રહે તે માટે સંપ્રદાયની મર્યાદા સાચવીને, આધુનિક શિક્ષણ સાથે સંસ્કાર સભર શિક્ષણ આપી રહ્યા છે માટે તેને ધન્યવાદ છે.
ખરેખર આ ગુજરાતની ધરતીને નમન કરું છુ કારણકે આ ધરતીમાં મહાત્મા ગાંધી ,શૂરવીર વલ્લભભાઇ પટેલ, સંત દયાનંદ સરસ્વતી તથા વીરપુરુષ નરેન્દ્રભાઈ મોદી જેવા વીરપુરુષોએ જન્મ ધારણ કર્યો છે.
દયાનંદ સરસ્વતીજીએ ખેડૂતોને રાજાના રાજા કહ્યા છે કારણ ખેડૂતો ધાન્ય પકવે છે તેથી લોકો જીવન જીવે છે. આ પ્રસંગે રાજયપાલશ્રી પ્રાકૃતિક ખેતી ગાય, ગૌમુત્ર, ગોબર વગેરેનો મહિમા કહ્યો હતો.
આ પ્રસંગે પદ્મશ્રી પ્રફુલભાઇ સેંજળિયા, ડો.રમેશભાઈ સાવલિયા, વલ્લભભાઇ કથીરિયાએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવા તેમજ પ્રાકૃતિક ખેતીના ઋષિરૂપ શુભાસ પાલેકરનું મોડલ અપનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરનારા અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને બધાનું સૂર એક જ હતો કે પ્રાકૃતિક ખેતીથી જમીન સારી થાય છે અને પાક સારો થાય છે અને ધેર બેઠા માલ વેચાય છે. આ પ્રસંગે સુરત થી લવજીભાઇ બાદશાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં સફળ ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતોનું આદરણીય રાજયપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.