Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Vandu Yagna Ribda Rajkot, 2025

વંદુ યજ્ઞ

સંપ્રદાયના અણમોલ રત્ન સમાન વંદુ સહજાનંદ રસરૂપ… એ કીર્તનની ૨૦૧મી જયંતિ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ તથા એસજીવીપી ગુરુકુળ રીબડા દ્વારા મંદિર ખાતે તા. ૨૩ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમ્યાન પંચ દિનાત્મક વંદુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચદિનાત્મક આ વંદુ યજ્ઞમાં રાજકોટ અને આસપાસના ગામોમાંથીમોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.સવારે સંતો સાથે ભાઈઓ અને સાંજે બપોરપછી બહેનોએ વંદુના પદની સાથે મહારાજની મૂર્તિના અનુસંધાન સાથે આહુતિઓ આપી હતી.

આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પધારીને ભક્તોને શુભાશીર્વાદ પાઠવ્યા હતા.

આ વંદુ યજ્ઞનું આયોજન મંદિરના કોઠારી શ્રી રાધારમણદાસજી સ્વામી, પૂજ્ય વિવેકસાગરદાસજી સ્વામી તથા પૂજ્ય ધર્મવત્સલદાસજી (એસજીવીપી રીબડા રાજકોટ)ના માર્ગદર્શન સાથે કરવામાં આવ્યું હતું.

વંદુ અનુષ્ઠાન, (રાજકોટ)

ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રસાદીભૂત ગામ પાડાસણ (રાજકોટ પાસેના) ખાતે પણ વંદુ સહજાનંદ રસરૂપ એ કીર્તનની ૨૦૧મી જયંતિ પ્રસંગે તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ વંદુના પદોનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય સ્વામીજી પધારી સર્વને લાભન્વિત કર્યા હતા. આ પ્રસાદીના દરબાર ગઢની સાચવણી આદરણીય શ્રી નવિનભાઇ દવેના માર્ગદર્શન સાથે થઈ રહી છે.

Achieved

Category

Tags