વંદુ યાગ અનુષ્ઠાન
વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે, ‘વંદુ સહજાનંદ રસરૂપ’ – પદની ૨૦૦ મી જયંતિ વર્ષ દરમ્યાન SGVP ગુરુકુલ પરિવાર દ્વારા અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના પાવન સાંનિધ્યમાં, SGVP ગુરુકુલ રિબડા- રાજકોટ ના સંચાલક શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર (ભૂપેન્દ્ર રોડ) રાજકોટ ખાતે તા. ૬ થી ૧૦ માર્ચ, ૨૦૨૪ દરમ્યાન પંચદિનાત્મક વંદુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીજી મહારાજ અને અનેક નંદ સંતોના પાવન પદરજથી પરમ પ્રસાદિભૂત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, રાજકોટ ખાતે પંચ દિનાત્મક પંચ કુંડી વંદુ યાગમાં, હજારો હરિભક્તો દ્વારા ૨૦૦ જેટલા વંદુંના પાઠ સાથે આહુતિઓ આપવામાં આવી હતી.
પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના પ્રેરક અને પવિત્ર સાંનિધ્યથી હરિભક્તોમાં ભક્તિ અને સત્સંગનું પોષણ થયું હતું અને આગામી સમયમાં ૫.૫ લાખ વંદુ ના પદના પાઠ કરવાના સંકલ્પો થાય હતા.