વંદુ સહજાનંદ રસરૂપ… ૧લાખ પાઠ અનુષ્ઠાન
આગામી શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે, વંદુ સહજાનંદ રસરૂપ…એ કીર્તનના દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે, પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની શુભ પ્રેરણા, પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે, અને વંદુ સહજાનંદ રસરૂપ એ કીર્તનના મહિમાનું રસપાન કરાવનાર પરમ પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે એક લાખ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૦૪ ઑગસ્ટ, ૨૦૨૪ ના રોજ દિવસ દરમ્યાન ૫૦૦ ઉપરાંત સંખ્યામાં સંતો, વિદ્યાર્થીઓ અને ભક્તજનોએ સમૂહમાં એક લાખ પાંચ હજાર જેટલા પાઠ કર્યા હતા.
અંતમાં સદ્ગુરુ સંતોએ જનમંગલ મંત્રોચ્ચાર સાથે તુલસીદલથી શ્રી ઘનશ્યામ મહારાજનું પૂજન કરી અનુષ્ઠાન શ્રી હરિને સમર્પિત કરી, આ મહાઅનુષ્ઠાનમાં ભાગ લેનાર સર્વને શ્રી હરિના રાજીપાના આશીર્વચન પાઠવ્યા હતા.